સંસાર ચિંતિત Sansaar Poem by Mehta Hasmukh Amathaal

સંસાર ચિંતિત Sansaar

સંસાર ચિંતિત

તમારો અંત આવી ગયો
જ્યારે તમે એને પણ બનાવવાનો પ્રયત્ન કર્યો
ખોટો ડોળ અને પ્રભુ પ્રત્યે નો આડંબર
તમારા જીવન નો અંત છે બરાબર।

તમો શું સાબિત કરવાના છો?
કે અમારા પ્રભુજ બધા થી ઉપર છે
અમેજ સર્વસ્વ અને બધી ધરતી હમારી
હણી નાખો બધાને અને કરો ધીકતી કમાણી।

સ્ત્રીધન ને રાખો સેવા માં
જગત ને કહો 'આવી જાઓ આમારી શરણ માં '
નહીંતર અમે બરબાદ કરી નાખીશું
તમને મારી નાખતા પણ નહિ ખચકાઈશું।

અમને મળ્યો છે સ્વર્ગ માં જવાનો પરવાનો!
ભલે જીવન નો અંત આવે અને ભૂલી જવો પડે જમાનો
અમે પામીશું પ્રભુ અને ભોગવીશું નાજનીનો નો સાથ
આ અંગ્રેજો શું કહેછે ' પાથ, ડેથ અને ફેથ?

પ્રભુ માફ કરજો તેમની અજ્ઞાનતા ને
અવગણ જો એમની બર્બરતા ને
એમનો અંત નિશ્ચિત છે
પણ બધો સંસાર ચિંતિત છે।

સંસાર ચિંતિત Sansaar
Sunday, June 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

પ્રભુ માફ કરજો તેમની અજ્ઞાનતા ને અવગણ જો એમની બર્બરતા ને એમનો અંત નિશ્ચિત છે પણ બધો સંસાર ચિંતિત છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success