શબ્દો નું મૌન Shabdo Poem by Mehta Hasmukh Amathaal

શબ્દો નું મૌન Shabdo

શબ્દો નું મૌન

શબ્દો નું મૌન વિનાશ ને નોતરે છે
તમારી કાયરતા ને છાવરે છે
આપણ ને શું 'એ ભલે ને પીડાય'
પણ પછી શું જ્યારે એ સપડાય?

જ્યા સુધી મન ને સમાધાન ના મળે
રાખો મૌન આપમેળે
કૂદી પાડવાની જરૂર નથી
પ્રતિકાર આપવાની આવશ્યકતા નથી।

શૂરા તો રણમા જ શોભે
પાણી કદી ના જાય પાછા મોભે
શબ્દ ના બોલ માં રણકાર હોય
માનવતા પ્રત્યે પ્રેમ અને આવકાર હોય।

જેની ધાર ખાંડા જેવી હોય
પાણીદાર અને ચમકતી હોય
અહંકાર અને અભિમાન ને હણવા તત્પર હોય
એજ શબ્દ સાહસ ને બિરદાવવા 'આભાર' વ્યક્ત કરતો હોય।

મારો આજ અભિગમ
સાહસિક અને અણનમ
હું કરું પ્રણામ અને વંદન એમની શૂરવીરતા ને
કરી દઉં ન્યોછાવર મારી જાત અને સ્વમાનતા ને।

શબ્દો નું મૌન  Shabdo
Thursday, June 22, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success