શહેર-ગામડું... Shaher Poem by Mehta Hasmukh Amathaal

શહેર-ગામડું... Shaher

Rating: 5.0

શહેર-ગામડું
બુધવાર,16 જાન્યુઆરી 2019

ગામડા ના લોકો હોય જરા ભાવુક
માયાળુ, સાદા અને સાત્વિક
બહારનું ડહોળાયેલું વાતાવરણ તેમને ના ગમે
કોઈ નો પણ અતડો સ્વભાવ હોય જ નહિ।

"ઘણા દિવસે દેખાણા "પૂછીજ લે
હસીખુશી થી ખબરઅંતર જાણી લે
"શું કોઈ તકલીફ થઇ ગઈ છે"
કંઈ મુંઝવણ માં હો તો તેનો ઉકેલ આપણી પાસે છે

આવી હૈયાધારણા તમને અવશ્ય મળે
એક-બીજાના દુઃખ ની વાતો સાંભળે
કોઈ ના ઘર માં મોત થયું હોય તો એને સંભાળે
દુઃખ માં સાંત્વના આપે અને પંપાળે।

મને ઘણી વખત આ બધું સાલે
મોટી સોસાયટી કોઈ કોઈ ની જોડે વાત ના કરે
આપણે જો મળતાવડા હોઈએ તો થઇ જાય વલે
ખબર જ ના પડે કે શું થશે કાલે?

શહેર અને ગામડા માં ઘણો ફરક
શહેરના માણસો કરી દે બેડો ગરક
ગળાકાપ કરે હરીફાઈ
પણ બોલવા માં રાખે ઘણી સફાઈ।

હસમુખ અમથાલાલ મેહતા

શહેર-ગામડું... Shaher
Wednesday, January 16, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 January 2019

શહેર અને ગામડા માં ઘણો ફરક શહેરના માણસો કરી દે બેડો ગરક ગળાકાપ કરે હરીફાઈ પણ બોલવા માં રાખે ઘણી સફાઈ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success