શરદપૂનમ ની રાત.. Sharad Poem by Mehta Hasmukh Amathaal

શરદપૂનમ ની રાત.. Sharad

Rating: 5.0

શરદપૂનમ ની રાત
બુધવાર,1 નવેમ્બર 2018

આજે આવી શરદપૂનમ ની રાત
ચાંદો ઉગ્યો આકાશ અને લાવ્યો સૌગાત
બધા ના મન ની પુરી થઇ મુરાદ
ઉઠયો સુર અને ઢોલક નો નાદ।

સોળે કળા એ ખીલ્યો ચંદર માં
આનંદ ના શમણાં ઉઠ્યાં ભીતર માં
સાંભળો દલડા ની વાત
અરે આતો છે પૂનમ ની રાત।

ઢોલ, નગારા અને ત્રાંસા વાગે
બધા ખેવૈયા આખી રાત જાગે
દુઃખ માં પૌઆ નો સ્વાદ ચખાય
બધા નાચે ને વારેવારે ખાય।

શીતળતા માં ચાંદ ની ચાદર ફેલાય
વાતાવરણ માં ઉલ્લાસ છવાય
આપણું મન પણ નાચવા પ્રેરાય
મનડું ને દલડુ સાથે હરખાય।

શરદપૂનમ નો નશો ચડી જાય
બધા ના મન માં એક વાત ઘૂમરાય
જીવન માં અવસર વારેવારે આવજો
સઘળા ના હૃદય માં પ્રેમ પ્રસરાવજો।

હસમુખ અમથાલાલ મહેતા

શરદપૂનમ ની રાત.. Sharad
Friday, November 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 November 2018

welcome israel ayobami 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 November 2018

શરદપૂનમ નો નશો ચડી જાય બધા ના મન માં એક વાત ઘૂમરાય જીવન માં અવસર વારેવારે આવજો સઘળા ના હૃદય માં પ્રેમ પ્રસરાવજો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success