સ્વાર્થ ની સગાઈ.. Swarth Ni Sagaai Poem by Mehta Hasmukh Amathaal

સ્વાર્થ ની સગાઈ.. Swarth Ni Sagaai

સ્વાર્થ ની સગાઈ

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે
આતો કવિશ્રી કલાપી એ મન થી ચીતર્યું છે
બાકી સ્વાર્થી મન કદાપી સંમત નહિ થાય
ભલે ને અહીંનું તહીં થઇ જાય।

રોજ કૈંક ને કૈક થયા કરે
સ્વાર્થ ની સગાઈ ચાલ્યા કરે
એક બીજાની છેતરામણી તો ખરીજ
તેમ છતાં સાચો તો હું જ।

મારા મા બાપ નું હું એકજ સંતાન
પિતાજી ભાવુક અને માતાજી મહાન
કદી કોઈ ને કવેણ ના કહે
અમે બધા સંપી ને રહીએ।

પણ મારા ભાવો માં ઘણુંજ અંતર
મેં તો પઢી લીધો હતો એકજ મંતર
જેનું જે થવાનું હોય તે થાય
આપણે તો જાતેજ સુખાય ।

આટલું જાણવા છતાં મેં જાત ને કદાપિ ઓછી નથી આંકી
લોકો ને બરબાદ અને ભયભીત કર્યા બની આતંકી
આટલું ઓછું હોય તેમ બન્યો હું રાજકારણી
પછી તો આસમાન જમીન નો ફેર આવી ગયો અને બદલી ગઈ રહેણીકરણી।

હું કેટલો બધો ચાલાક!
અને પાછો ચબરાક
જાતને જ ઘણું મહાન
અને વાતે વાતે કરું યશોગાન।

આટલું બધું હોવા છતાં કેટલી બધી બનાવટ
લોંચ લીધા વગર ના કરું પતાવટ
ઘણી વખત તો જાઉં ઉપરવટ
પાછો દેખાડું રુઆબ અને કરતો રહું છણાવટ ।

કાયા થી અને માયાથી હું બંધાણો
ગળાડૂબ ખૂંપ્યો અને વધારે લલચાણો
જાત ને વ્યહારુ બતાવી થઇ ગયો શાણો
નફરત બીજા માટે કરી અને કદી ના પસ્તાણો।

નરક ના દ્વાર માટે મેં પ્રવેશ મેળવી લીધો
અહિયાં મેં બધો ધંધો સમેટી લીધો
કુટુંબ કબીલા માટે ધન નો ખજાનો સંગ્રહ કરી લીધો
પણ આ શું! બધા એ છેલ્લી ઘડી કેમ સાથ છોડી દીધો?

સ્વાર્થ ની સગાઈ.. Swarth Ni Sagaai
Sunday, November 6, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 November 2016

નરક ના દ્વાર માટે મેં પ્રવેશ મેળવી લીધો અહિયાં મેં બધો ધંધો સમેટી લીધો કુટુંબ કબીલા માટે ધન નો ખજાનો સંગ્રહ કરી લીધો પણ આ શું! બધા એ છેલ્લી ઘડી કેમ સાથ છોડી દીધો?

0 0 Reply

welcome deepak servaiya 6 Nov by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 November 2016

xqdas majeed Unlike · Reply · 1 · Just now 6 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 November 2016

welcome sagar thakor thakor Unlike · Reply · 1 · Just now 5 minutes ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 November 2016

x jignesh patel Unlike · Reply · 1 · Just now 4 minutes ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 November 2016

xprakash nayak Unlike · Reply · 1 · Just now 4 minutes ago

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success