સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન Swatantra Poem by Mehta Hasmukh Amathaal

સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન Swatantra

સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન

ઇંગ્લેન્ડ માં 27 માળનું મકાન નષ્ટ પામ્યુ
કેટલાયે બદનસીબ કુટુંબો ને ભરખી ગયું
આપણે સરકારની નીતિઓ ને દોષ નથી આપતા
પણ સમજાતું નથી 'એ લોકો દુષ્ટો ને કેમ સંરક્ષણ આપતા '?

વિજય માલ્યા ગરીબોના પૈસા લઇ ભાગી ગયો
બેન્કો ને તળિચાઝાટક કરી ગયો
લંડન માં વૈભવી મકાન લઈને રહે છે
ત્યાંની સરકાર એમની રક્ષા કરે છે।

લલિત મોદી બીજી દેશદ્રોહી વ્યક્તિ
તમે જુઓતો ખરા દેશભક્તિ!
કેટલો બધો બ્રષ્ટાચાર?
હવે જીતવા આગળ કરેછે પરિવાર।

જુઓ લાલુ નો ચમત્કાર
ખાઈ ગયો પશુઓનો આહાર
તેની દીકરી ડકારી ગઈ અરબો રૂપિયા
છતાં તેઓ બેસે છે બની બેહયા।

આપણે કુટુંબવાદ મા ફસાયા
આપણા કેટલા બધા જવાનો મરાયા
નેહરુનો વંશવાદ હજુ કેટલો વિનાશ નોતરશે?
ભારત નો વિખવાદ કેટલા ખપ્પર નો ભોગ લેશે?

લોકો પ્રમુખ ટ્રમ્પ ને જાતિવાદી ગણે છે
પૈસા આપણે લોકો ખોટો પ્રચાર કરાવે છે
તે અડગ છે રાષ્ટ્ર ની પ્રભુતા માટે
બંધ કરી દીધા દ્વાર દુશ્મનો માટે।

આને ઉન્માદ ના કહેવાય
દૂરંદેશી અને સ્વાયત્તા કહેવાય
પ્રમુખ તરીકે નો હોદ્દો અને માનમર્યાદા નુ અર્થઘટન
સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન અને તેનું ખરેખર જતન।

સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન Swatantra
Monday, June 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Chocolaty Bipin Like · Reply · 1 · Just now

0 0 Reply

આને ઉન્માદ ના કહેવાય દૂરંદેશી અને સ્વાયત્તા કહેવાય પ્રમુખ તરીકે નો હોદ્દો અને માનમર્યાદા નુ અર્થઘટન સ્વતંત્ર રાષ્ટ્ર નું સ્વપ્ન અને તેનું ખરેખર જતન।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success