ઉજાસ માં પ્રયાણ.. Ujas Poem by Mehta Hasmukh Amathaal

ઉજાસ માં પ્રયાણ.. Ujas

ઉજાસ માં પ્રયાણ
શનિવાર,15 સપ્ટેમ્બર 2018

પ્રભુ તમેજ છો રખવાળા
જીવન માં પ્રસરાવનારા અજવાળા
તમે જ સર્વસ્વ છો ઉપરવાળા
શું કામ મારે માંડવા સરવાળા?

અમારો અભેધ્ય નથી કિલ્લો
ધ્વસ્ત થાય જો મોટો થઇ જાય હલ્લો
અમારો દેખાવ લાગે ઉપરછલ્લો
ડરતો રહે આત્મા માંયલો।

અમારું જીવન છે ટૂંકું, અને ક્ષણભંગુર
અહંકાર અને હુંકાર થી રહે ચૂર
ઉપર થી આવ્યું જ્યારે ઘોડાપુર
નહિ બચે કોઈ માનવ કે અસુર।

મારું તો છે એકજ લક્ષ્ય અને ધ્યેય
આપું સાચા, ખોટા પારખવાનો શ્રેય
જીવન નથી ખોટું થવાનું કે વ્યય
પણ આપણે રાખવો પડશે સમન્વય।

સાચા ની અવગણના અને ખોટા ની વાહવાહ
કઈ વાર નીકળી જાય ચીસ અને આહ
બધું અહિંયા મૂકી ને જવું મારે
કર્યુ જીવન અર્પણ અમે તમારે।

બે જ રાહ છે ઉઘાડી, દર્શન કે આત્મચિંતન
મન રહે અધીર, કરવા ને ઘણું મંથન
પ્રભુ અંધકાર માં થી ઉજાસ માં પ્રયાણ
આજ છે તમારું, રૂબરૂ અને પ્રમાણ।

હસમુખ અમથાલાલ મહેતા

ઉજાસ માં પ્રયાણ.. Ujas
Saturday, September 15, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success