વાણી માં સ્વતંત્રતા, , Vani Poem by Mehta Hasmukh Amathaal

વાણી માં સ્વતંત્રતા, , Vani

Rating: 5.0

વાણી માં સ્વતંત્રતા
મંગળવાર,28 ઓગસ્ટ2018

દુનિયા રંગરંગીલી અને અલબેલી
તમને બોલે બેધારી બોલી
કોઈ નો જોડે રહે અબોલી
અને કોઈ ની જોડે રહે આખાબોલી।

આ તો બેધારી તલવાર
જતાં પણ કરે વાર અને આવતા પણ વાર
આપણે રહેવું પડે ખબરદાર
અને નિભાવવો પડે કિરદાર।

બધા સાચા અને નિષ્ઠાવાન ના હોય
ગામ હોય ત્યાં ગંદવાડો હોય
સાચા નો વાડો નાનો હોય
ખોટા નો વાડો ઘણો મોટો હોય।

આપણે સીધે રસ્તે ચાલવું
બહુ લપછપ થી બચવું
ના બોલવા માં નવગુણ
બહુ બોલો એજ અવગુણ।

તમારા બોલ પકડી લે
પછી એને તમારી વિરુદ્ધ જ વાપરી લે
તમેજ તો કહેતા હતા
મને શું ખબર તમે હસતા હતા।

વાણી માં સ્વતંત્રતા હોવી જરુરી
પણ વધુ પડતું લાગે બિનજરૂરી
કોઈદોષ જોયા કરતા આત્મમંથન ની અગત્યતા વધુ
એનાથી પ્રેમ વધશે અને કટુતા નો થશે વધ।

હસમુખ અમથાલાલ મહેતા

વાણી માં સ્વતંત્રતા, , Vani
Tuesday, August 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome Bhadresh Bhatt Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome Manisha Mehta 35 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome Darma Wati 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 August 2018

welcome imtiaz sheikh 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 August 2018

વાણી માં સ્વતંત્રતા હોવી જરુરી પણ વધુ પડતું લાગે બિનજરૂરી કોઈદોષ જોયા કરતા આત્મમંથન ની અગત્યતા વધુ એનાથી પ્રેમ વધશે અને કટુતા નો થશે વધ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success