વેદિયા નું ઉપનામ Vediyaanu Poem by Mehta Hasmukh Amathaal

વેદિયા નું ઉપનામ Vediyaanu

વેદિયા નું ઉપનામ

બોલ ના ના હોય મોલ
એને બોલાયજ નહિ ગોલમોલ
સત્ય વચન એટલે સત્યવચન
એમાં ના હોય કોઈ ચયન।

લોકો મજાક ઉડાવશે
હસતા હસતા એ પણ પૂછશે
તમારે હસ્તે મોએ સ્વીકારવાનું છે
ના જોઈતા બોલ ને નકારવાનું છે।

સત્ય નો આગ્રહ જરૂરી છે
બધીજ જગાએ એનો ઉપયોગ બિનજરૂરી છે
ઘણી વખત મૌન ધારણ કરવું ઘણી સારી નિશાની છે
જરાક કાચું કપાયું તો સમજો બદનામી જ છે।

લોકો 'વેદિયા નું ઉપનામ' ના આપે એ જોવું જરૂરી છે
બધાની વચ્ચે કૈંક બોલવું એ જરૂરી નથી
વણમાગી સલાહ અપમાન ને નોતરે છે
બધા જાણતા હોય છે પણ અજાણતા છાવરે છે।

તમારે સાવચેત રહી રસ્તો શોધવા નો છે
લોકો બોલતા રહે તો બોલવા દેવાનો છે
તમે જો સાચા રસ્તા પર હશો તો ઉની આંચ આવવાની નથી
પણ હંમેશા કળિયુગ માં આ ઉક્તિ કામ પણ આવવાની નથી।

બધાને રાતોરાત લખપતિ બનવું છે
પોતાનું ઘર સલામતી માં રાખવું છે
બીજાનું જે થવાનું હોય તે થાય
પણ મારું ઘર સમૃધ્ધ થાય।

આવા સંસાર માં આપણે આગળ વધવાનું છે
પોતાની જાત ને સાચવીને બધા થી નમવાનું છે
કમાઈ શકૉ પરસેવાથી તો મોજ થી જમવાનું છે
બાકી તો જે ઉદય પામ્યું છે તેને આથમવાનું જ છે।

વેદિયા નું ઉપનામ Vediyaanu
Tuesday, December 20, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 December 2016

welcome yogina abhilash Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

welcome amrish chavda Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

આવા સંસાર માં આપણે આગળ વધવાનું છે પોતાની જાત ને સાચવીને બધા થી નમવાનું છે કમાઈ શકૉ પરસેવાથી તો મોજ થી જમવાનું છે બાકી તો જે ઉદય પામ્યું છે તેને આથમવાનું જ છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success