વ્યકતિત્વ નો પ્રકાશપુંજ Vyakti No Poem by Mehta Hasmukh Amathaal

વ્યકતિત્વ નો પ્રકાશપુંજ Vyakti No

વ્યકતિત્વ નો પ્રકાશપુંજ જ છે ભાષા

મન મંદિર માં હોય પ્રભુ નો વસવાટ
તો ગાડી દોડી જાય પુરપાટ
ના રોકાય કોઈ નાના સ્ટેશન પર
બસ રોકાય મોટા મોટા જંક્શન ઉપર।

મનમોહક હોય તમારું વ્યક્તિત્વ
અને પાછું હોય ભાષાપર પ્રભુત્વ
મજાલ છે કે કોઈ શબ્દ આઘોપાછો થાય!
ધારેલા નિશાન પાર આપોઆપ ચોટ થઇ જાય।

હૈયે હોય તેજ હોઠે આવે
અન્ન ખાધું હોય તેવોજ ઓડકાર પણ આવે
ભાષા થી ઘણું બધું કળી જવાય
કુવાડાફાડ શબ્દ પ્રયોગ થી માણસ તરતજ ઓળખાઈ જાય।

તમને મળેલા સંસ્કાર પણ મોટો ભાગ ભજવે
તિરસ્કૃત ભાષા કુળ ને પણ લજવે
આદમીના ચરિત્ર ની તરતજ ઓળખ થઇ જાય
આખા જીવન ની કમાવેલ પુંજી પળવાર માં ખતમ થઇ જાય।

તમારા વ્યકતિત્વ નો પ્રકાશપુંજ જ છે ભાષા
ખુબજ ખીલે વદન જો માણસ વાપરે મ્રુદુભાષા
વિવેક અને ચલન નો અણસારો તરતજ આવી જાય
આપ બોલો એટલે ખુશ્બુ અથવા ફોરમ મગમગાટ આપી જ જાય।

વ્યકતિત્વ નો પ્રકાશપુંજ  Vyakti No
Friday, December 30, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 December 2016

તમારા વ્યકતિત્વ નો પ્રકાશપુંજ જ છે ભાષા ખુબજ ખીલે વદન જો માણસ વાપરે મ્રુદુભાષા વિવેક અને ચલન નો અણસારો તરતજ આવી જાય આપ બોલો એટલે ખુશ્બુ અથવા ફોરમ મગમગાટ આપી જ જાય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success