યાદ ઘણી આવે
Friday, February 22,2019
11: 56 AM
તારી યાદ ઘણી આવે
ને મન માં લાગી આવે
દિલ ને જરાપણ ના ફાવે
આંખો અશ્રુ ને લાવે।
કેવો હતો સુખી સંસાર!
કદી ના આવ્યો એનો અણસાર
હવે લાગવા લાગ્યો મને અસાર
પણ સરી ગયો હાથ થી અવસર।
કોઈ પરોણો કે આંગુતુક
ખુશ રહે અને વખાણે વર્તણુક
મેહમાન ની કરે સરભરા
અને મુખડું રાખે હસતું સદા।
આજે ઘર જાણે બન્યું સ્મશાનવત
જબરદસ્તી આવી પડ્યું મૌનવ્રત
દીવાલો પણ મને ખાવા દોડે
હવે જીવન જાણે ભારે પડે।
મારો હસતો ચેહરો કરમાઈ ગયો
જિંદગી થી જાણે શરમાઈ ગયો
ગુલાબ સ્મિત ને જાણે વિસરાઈ ગયું
અને સુખ ને જાણે ને તિલાંજલિ કરી ગયું।
જીવન ના આ મંગળ ફેરા
લાવી ગયા જીવન માં અંધારું મારા
હવે તો યાદ જ છે એનું સંભારણું
હું વિતાવું સમય ગાઈ ને એનું ગાણું
હસમુખ અમથાલાલ મહેતા
bobby shah 1 Edit or delete this Like · Reply · 1m Hasmukh Mehta Write a comment...
Arun Soni 1 mutual friend 1 Edit or delete this Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
krishna patel