કદીના લાગ્યો
રવિવાર,6 સપ્ટેમ્બર2020
કદી ના થાક લાગ્યો જ્યારે ચડ્યો પહાડ
ના ડર્યો જ્યારે સાંભળી સિંહ ની દહાડ
ઠંડી થી ના ગભરાણો જ્યારે લાગી હાડ!
પણ નીચી બેસીજ્યારે મલ્યા માઠા વાવડ
દુઃખ નો જાણે તૂટી પડ્યો પહાડ
જાણે મને પડી કુદરત ની લતાડ
"બહુજ કૂદતો હતો ને રાખી અભિમાન"
હવે લાવી ને દેખાડ એવાજ માન-પાન!
મને ખ્યાલ આવી ગયો કે કૈંક ખોટું થયું હશે
મારા થી કશેક કોઈનું દિલ દુભાયું હશે
અગમ્ય કારણોસર કોઈનુ અપમાન થઇ ગયું હશે
મારું દિલ દ્રવી ઉઠયું "એણે કેવી મનોવ્યથા અનુભવી હશે"?
મને કવિ કલાપી યાદ આવી ગયા
તેમના દ્રવિત ઉદગારો દિલ માં સોંસરવા ઉતરી ગયા
" હા, પસ્તાવો સ્વર્ગ થી ઝરણું ઉતર્યું છે"
પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે।
આવા કપરા ચડાણ છે જિંદગી ના
પાછા પડી કદી, ખફગી વહોરો ના
આપવું પડે બલિદાન, પાછા પડશો ના
મન ને રાખજો મક્કમ દિલાસો આપશો ના।
સાચું કરવા જતા પાપ થી ડરશો ના
અભિશાપ મળવા ના ડર થી પાછા પડશો ના
હણાઈ જવાનો ડર હોયતો, સંગ્રામ માં જશો ના
શહીદ થવાનો ભય હોય તો, ભોગ કદી આપશોના।
કુદરત ના પ્રકોપ ને ઝીલવો સહેલો છે
મન ના તાપને સંઘરવો દોયલો છે
જીવન ની કંડારેલી કેડીઓપર ચાલવું મુશ્કેલ છે
જીવન નો સામનો કરવો એજ એનો ઉકેલ છે।
ડો, જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કુદરત ના પ્રકોપ ને ઝીલવો સહેલો છે મન ના તાપને સંઘરવો દોયલો છે જીવન ની કંડારેલી કેડીઓપર ચાલવું મુશ્કેલ છે જીવન નો સામનો કરવો એજ એનો ઉકેલ છે। ડો, જાડીઆ હસમુખ ઘરવો દોયલો છે જીવન ની કંડારેલી કેડીઓપર ચાલવું મુશ્કેલ છે જીવન નો સામનો કરવો એજ એનો ઉકેલ છે। ડો, જાડીઆ હસમુખ