જન્મદિવસ મુબારક
કેટલા કેટલા લાડકોડ થી ઉછેરેલ
આજે થઇ છે ઘુઘર વેલ
તારા જન્મદિવસ નો અમોને આનંદ હોયજ
પિત્તળે કુટુમ્બ નો એક માત્ર વારસ અને વંશજ
આજે બા નથી તેનો અફસોસ છે
પણ તારી એક હૂંફ અને આસ છે
બધા તારી વાત કરીયે અને હૃદયપૂર્વક યાદ કરીયે
નાનપણ ના પ્રસંગો ને આજના દિવસે ખુબજ યાદ કરીયે।
નાનપણ માં અમે તને ભુરિયો કેહતા
સોનેરી વાળ તારા ખુબજ સોહતાં
અમને ભાઈઓ માટે કેટલો આનંદ થતો?
પગ અમારો આનંદ થી થનગનતો।
તારા જન્મદિવસ પર ખુબજ શુભેચ્છા
હું ઓવારણા લઉ અને અર્પું પુષ્પગુચ્છ
દિવસ રાત તારી પ્રગતિ થાય અને દીર્ઘાયુ રહે
અમારા કુળ નો દિપક સદા જલતો રહે।
દિવસો આમજ પુરા થઇ જશે
પણ સંબંધો તો કદીપણ નહિ ભુલાશે
એક તાંતણે અને એકજ શ્વાસે
રહીશું સદા આપણે પાસે પાસે।.... નંદા બેન મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem