કમળ ખીલે છે Poem by Mehta Hasmukh Amathaal

કમળ ખીલે છે

Rating: 5.0

કમળ ખીલે છે
Friday, September 25,2020
4: 47 PM

આવો તમે તો કમળ ખીલે છે
કીચડ પણ જોઈને હસી ઉઠે છે
ગરીબ ના ઘર માં દીપી ઉઠો છો
"રાંક ના રતન" ને સુશોભન કરો છો।

જીવન માં છવાઈ એકલતા ની છાયા
તમે મને આપી દુનિયા ની માયા
આમને આમ આપણે એક થયા
એક બીજા ના થકી ઠરીઠામ થયા।

તમારા ગુણો નો મને લાભ મળ્યો
અલભ્ય સથવારો નસીબ થયો
જીવન ની કેડીએ આગળ વધી ગયો
ધન્ય સમજી અહોભાગી થયો।

એક બીજા વિના આપણે અધુરા
ધરતી ને પણ જોઈએ એક ધુરા
સાજ વિના જાણે સંગીત અધૂરું
ના સમજો તમે એને ધૂંસરું।

દેખાણો આપણ ને ધરતી નો છેડો
એક થઇ જાઓ ફરી છેડો ના ફાડો
ભલે કદી થાય ઘર માં ઘમાસણ
પણ ના તૂટે કદી પવિત્ર પ્રણ।

આવા સંસાર માં આપણે મુસાફર
બોલેલું વચન કદી ના જાય અફર
રહેવુ આપણે બની હમસફર
સફળ થઇ રહેશે જીવન ની સફર

ડો. જાડીઆ હસમુખ

કમળ ખીલે છે
Friday, September 25, 2020
Topic(s) of this poem: poem,september
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 September 2020

રહેવુ આપણે બની હમસફર સફળ થઇ રહેશે જીવન ની સફર ડો. જાડીઆ હસમુખ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success