મનુષ્ય જ Poem by Mehta Hasmukh Amathaal

મનુષ્ય જ

મનુષ્ય જ


પૂછવાનુંજ ના હોય
બધું વિધિ નિર્મિત જ હોય
સુખ ની શું વ્યાખ્યા?
આપણે દુઃખ માં જ જીવ્યા।

હતું સુખ સામે
પણ ના આવકાર્યું મેં
દુઃખ ને સામેથી લલકાર આપ્યો
તેને મને ભરપૂર સાથ આપ્યો।

મને લાલસા હતી ઘણી
પણ કદી તે ના ફળી
ભગવાને મને સમયસર બચાવ્યો
દૂર કરી દુષણ થી ઉપર ઉઠાવ્યો।

હવે એકજ છે સ્વપ્ન
કરવું છે જીવન સમર્પણ
એ લોકો માટે જે ઝંખી રહયા છે
હંમેશા સાચા સુખ માટે તરસી રહ્યા છે।

તેમ ને ધન ની જરૂર નથી
બસ કોઈ બોલે બે વેણ પ્રેમ થી
કેવું વરવું દ્રશ્ય
બસ લાગે મિલન તાદ્રશ્ય।

જે મળ્યું છે તે જ વિશેષ છે
એની અસીમ કૃપા અને આશિષ છે
મારી પાસે છે કેટલું આયુષ્ય
છતાં હું માનીશ કે છું તો મનુષ્યજ ને।

મનુષ્ય જ
Saturday, April 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 April 2017

jane ammeongawen ascano Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 April 2017

welcoem sashwat mehta Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success