જીવનભર અમુલ્ય
છે જ ઉક્તિ સાચી
દુનિયાની એકજ વ્યક્તિ
તમને કરાવે પ્રતીતિ
અથ થી ઇતિ।
'અલ્યા હંસલા'
કેમ છે ભલા
મને મારા હુલામણા નામ થી બોલાવે
અને હું કેવો હતો તે મને કહી બતાવે।
આવી જેફ ઉંમરે પહોંચેલી
માતા ના હેત માં વરેલી
આજે પણ મને આંસુ વહેવડાવે
અને મનોમન રડાવે।
શું હશે પરાભવ નો સંબંધ?
હજી પણ રહ્યોછે અકબંધ
સપના માં આવે અને વાતો કરી જાય
પણ એક વાત નક્કી કે હસી ને આશીર્વાદ આપી જાય।
માતા ની પ્રીતિ
બાળકો પ્રતિ
એક જ્વલંત ઉદાહરણ
અને રહે અંતિમ ચરણ।
મારે રડવું છે મન મૂકી ને
અને કેહવું છે એને
શા માટે આટલો બધો સ્નેહ?
કેટલા વરસો પહેલા છોડી દીધો તેં દેહ
મારા દેહ ના જૂતા બનાવું તો પણ
કદી ના ચૂકવી શકું ઋણ
શું કરું તારા વેણ નું મુલ્ય?
તે તો રહેશેજ જીવનભર અમુલ્ય।
મારા દેહ ના જૂતા બનાવું તો પણ કદી ના ચૂકવી શકું ઋણ શું કરું તારા વેણ નું મુલ્ય? તે તો રહેશેજ જીવનભર અમુલ્ય।
Tribhovan Panchal Thanks Sir Ji Have a Wonderful Day Like · Reply · 1 · 8 mins
welcome ocola dan Like · Reply · 1 · Just now Hasmukh Mehta Hasmukh Mehta welcome bhuti ndela bizana Like · Reply · 1 · Just now Hasmukh Mehta Hasmukh Mehta welcome aman pandey Like Like Love Grateful Haha Wow Sad Angry · Reply · 1 · Just now
welcome prince boy mrinal saha Like · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome prince boy mrinal saha Like · Reply · 1 · Just now