ગરીબાઈ નો પહાડ Poem by Mehta Hasmukh Amathaal

ગરીબાઈ નો પહાડ

ગરીબાઈ નો પહાડ

ભૂખ ને વધારે જાણો
અને એનું સુખ માણો
ગરીબાઈ માં આ શ્રાપ છે
ભૂખ લાગવી એ મોટું પાપ છે।

શ્રીમંતો માટે પણ અભિશાપ
ખાવાનું મર્યાદિત અને માપસર
ઘણીવાર તબીબો ની મનાઈ
સામે ખાવાનું હોવા છતાંતવાઈ।

ગરીબ ને ભૂખ ઘણી લાગે
આંતરડા માં કુરકુરિયા બોલે
ખાવાનું ઘણી વખત નસીબ ના થાય
ગરીબ નો ઘણીવાર ભોગ લેવાઈ જાય।

કર્મ ની ઘણીજ છે કઠિનાઈ
ખિસ્સા માં ના હોય પાઈ
ખાવા માટે મન માં ઘણીજ ઊત્કંઠા હોય
પણ પૂરતું ખાવાનું નસીબ માં ના લખાયું હોય।

જેની પાસે છે તે ખાઈ શકતા નથી
જેને મળતું નથી તેને મુસીબતો નો પાર નથી
માગે મોત પણ મળતું નથી
ગરીબાઈ નો પહાડ ચડવા બનતો નથી।

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 November 2017

જેની પાસે છે તે ખાઈ શકતા નથી જેને મળતું નથી તેને મુસીબતો નો પાર નથી માગે મોત પણ મળતું નથી ગરીબાઈ નો પહાડ ચડવા બનતો નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success