એવી વ્યાખ્યા Poem by Mehta Hasmukh Amathaal

એવી વ્યાખ્યા

એવી વ્યાખ્યા

આપણે એક તુચ્છ પ્રાણી
દુનિયાભર ની સફાઈ સમાણી
જો આપણું ચાલે તો આપણે કોઈને ચાલવા ના દઈએ
અને એથી વિશેષ કહું તો શ્વાસ પણ ના લેવા દઈએ।

નામ લેવા માટે આપણી પાસે લિસ્ટ ઘણું નાનું છે
નામો ભૂલવા માટેનું લિસ્ટ ઘણુંજ મોટું છે
એટલો બધો સમય કોની પાસે છે યાદ કરવા કે ભૂલવા માટે?
આ તો સમજવાનો પ્રયાસ કર્યો તેનો દાખલો આપવા માટે।

એટલું નક્કી કરીલો તમારે જીવન સારી રીતે વ્યતીત કરવું છે
અતીત ને તિલાંજલી આપું ભૂલી જવું છે
સારું કરી શકવાની હામ ના હોય તો બેસી જવું બેહતર છે
જે હોય તેની જોડે હાથ મિલાવી આગળ ડાંગર વધારવું છે।

જાતને જ બદલવાની છે
સમયાનુકૂળતા કેળવવાની છે
એક વખત જમવાનું ના મળે તો ભૂખ્યા રેહવાની તૈયારી રાખવાની છે
'સમજણ જ આપનો સાથી' એવી વ્યાખ્યા આપવાની છે।

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success