જેવા છો તેવા
મંગળવાર,27 ઓક્ટોમ્બર 2020
જેવા છો તેવા સારા છો
મન નું કહ્યુ તમે માનો છો
સારુ કરવાનો તમે આગ્રહ છો
ખોટુ કરતા તમે અચકાઓ છો।
હ્રદય માં તમારે કરુણા છલકાય છે
માનવતા માટે આ પહેલ કરવી જરુરી છે
કોઈના પણ પ્રયાસ થી માનવતા ઝળહળે
પોતાના કુટુંબ નુ નામ ઉજાળે।
આવા જીવન માટે તમે કરો સંકલ્પ
માનવજીવન છે શુષ્ક અને અલ્પ
પ્રસરાવી માનવજીવન ની મહેક ને આધારે
જો બીજો જીવ જીવતો હોય તમારે સહારે।
મનુષ્ય સ્વભાવ હંમેશા રહે તરલ
આપણે બનાવવો છે એને સરળ
બીજાના અહિત માટે સપના માં પણ ના વિચારવું
મન ના તરંગો ને જીલી અનુસરવું।
નથી મળવાનો આ ભવ બીજી વાર
બીજા ભવ નુ ભાથુ રાખુ તૈયાર
જીવન ના જાય એળે અને બેકાર
નહીંતર તમને લાગશે ઘણીજ ભેંકાર ।
ડો. જાડીઆ હસમુખ
will I ever understand that scripture or the script? what a language and what a writing? just like ancient greek. English poem site, write the english. who declares you all top poets? some nut-breakers?
જીવન ના જાય એળે અને બેકાર નહીંતર તમને લાગશે ઘણીજ ભેંકાર । ડો. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Poem: 59481222 - જેવા છો તેવા Member: Roberto Woolworth Comment: will I ever understand that scripture or the script? what a language and what a writing? just like ancient greek. English poem site, write the english. who declares you all top poets? some nut-breakers