હારી ગઈપ્રીતમ Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હારી ગઈપ્રીતમ

Rating: 5.0

હારી ગઈપ્રીતમ
Saturday, February 15,2020
10: 52 AM


હું તો હારી ગઈ છું પ્રીતમ
છવાઈ ગયો છે માતમ
નથી પડતી કોઈ ગતાગમ
એકવાર તો આવો ને સનમ।

જોયા તમને પહેલીવાર
થઇ ગઈ મારી આંખો ચાર
આપી દીધા મેં દિલ ના સમાચાર
હવે તો કરજો અમારી દરકાર।

નથી તમારો કોઈ અણસાર
મને એનો લાગે સતત ભણકાર
પ્રેમે જીલ્યો છે મીઠો સત્કાર
મેં તો આપ્યો છે એનો એક આકાર।

જીવન માં થશે કોઈ ચમત્કાર
મારા સપના પણ થાશે સાકાર
મારા જીવન ના બન્યા તમે ધબકાર
પ્રભુ ને કહું કરજો "મારી વિનંતી સ્વીકાર "

પ્રેમ નો અરથ મને સમજાણો
એનો મરમ સમજી ખુબ વખાણો
જીવન જીવી ને આતમ ને ઉજાળો
સંસાર ધવલ છે, ઉડાડી છોળો।

જે પણ મળ્યો છે એને આવકારો
ના કદી આપો મનમાં થી જાકારો
જો આપ્યો તો બગડ્યો મનખો તમારો
ફરી ના સુધરે જીવતર નો ફેરો।

હસમુખ અમથાલાલ મહેતા

હારી ગઈપ્રીતમ
Saturday, February 15, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 February 2020

જે પણ મળ્યો છે એને આવકારો ના કદી આપો મનમાં થી જાકારો જો આપ્યો તો બગડ્યો મનખો તમારો ફરી ના સુધરે જીવતર નો ફેરો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success