ક્યારે મળીશું
આ બધો ખાલીપો
કેમે કરીને કાઢવો બળાપો?
અંધારામાં બેસી ખુબ રોયો
જાતને માંડ માંડ સમજાવ્યો।
રોવા થી કૈં નહિ વળે
એના આત્મા ને શાંતિ નહિ મળે
મને દુઃખ થયું
એને આ શું થઇ ગયું?
સરસ મજાનું મોત
મેં જાણવા કર્યો સ્ત્રોત
'જીવતર ને સાર્થક કરી ગઈ '
બધાનો અઢળક પ્રેમ પામતી ગઈ।
મારે આંસુ ન સારવા જોઈએ
તેને જેટલું [પુણ્યદાન થાય તેટલું કરવું જોઈએ
મન નથી માનતું
કઈ પણ નથી સાંભળવું ગમતું।
જીવન નો પહેલો આઘાત
મારા માટે કુઠારાઘાત
જીવન નું બધું સુખ તો લેતી ગઈ
મને શા માટે એકલો છોડી ગઈ।
પુત્ર છે અને પુત્રી પણ
પુત્ર રહ્યો સાથે દુઃખ ની પળ
વિદાય અંતિમ આપી સજળ નયને
ક્યારે મળીશું હવે આમને સામને?
welcome rupal bhandari Like · Reply · 1 · Just now
Sarika Sathawara Bahu j saras uncle Like · Reply · 1 · 1 min
Aasha Sharma welcome aasha sharma Like · Reply · 1 · Just now
welcome prakshali mehta Like · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome purvi mehta Like · Reply · 1 · Just now Manage