એક અંતર Poem by Mehta Hasmukh Amathaal

એક અંતર

એક અંતર
સોમવાર,24 મે 2021

આ દુનિયા માં સપડાયેલો વિવાદ છે
પ્રભુ, તારા નામનો એક વાદ છે
ભુલાઈ ગયેલો મન નો સંવાદ છે
પ્રભુ, તું તો ખરેખર એક અપવાદ છે.

બનાવ્યા અમે ઘણા તીર્થસ્થળો
અને ઓઢી લીધો ધર્મ નો આંચળો
પણ ધર્મ નો ના લીધો આશરો
અજ્ઞાનતા અને અંધતા થી ઉન્માદ ઘણો વકર્યો

પૂજા કરી બધાની જેટલા હતા પથ્થર
ધજા ફરકાવી અને બાંધી દીધા મંદિર
પણ ના લાવી શક્યો ધર્મ ને ભીતર
વધારી દીધું અસમાનતા નું એક અંતર

લેવું હતું ખરા મન થી તારું નામ
કરવા હતા દર્શન પ્રવિત્રધામ
મને પ્રેર્યો પણ ભીડી ના શક્યો એવી હામ
જીવન સંકેલાઇ ગયુ અને થઇ ગયું કામ તમામ...

કોરોના નો કાળો કેર વરતાણો
પ્રભુ તારા નામનો મહિમા ના ભુલાણો
મનુષ્ય લાગવા માંડ્યો ઘણો વામણો
તેના આવા આચરણ થી થયો અળખામણો

વિડંબના એવી થઇ કે ના જોઈ શક્યો સચિત્ર
ફક્ત કુદરત નો કેર દેખાણો સર્વત્ર
કંપી ઉઠ્યાં સઘળા સહીત મિત્ર
આવી પડી કવેળા અને પાસા પડયા અવળા

હું માનવ મટી બન્યો દાનવ
લાચાર બની જોતો રહ્યો આ તાંડવ
દુશ્મન સામે દેખાય તો કરી શકીએ વાર
પણ આતો ના દેખાય કે ના હોય સાક્ષાત્કાર

ડૉ હસમુખ મેહતા
ડૉ.સાહિત્ય

એક અંતર
POET'S NOTES ABOUT THE POEM
હું માનવ મટી બન્યો દાનવ લાચાર બની જોતો રહ્યો આ તાંડવ દુશ્મન સામે દેખાય તો કરી શકીએ વાર પણ આતો ના દેખાય કે ના હોય સાક્ષાત્કાર ડૉ હસમુખ મેહતા ડૉ.સાહિત્ય
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success