પ્રેમ ની એંધાણી Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ની એંધાણી

Rating: 5.0

પ્રેમ ની એંધાણી
ગુરુવાર,27 મે 2021

મળી ગઈ મને પ્રેમ ની એંધાણી
આંખો નું આંખો માં પ્રીત્યું બંધાણો
હું તારા પ્રેમ નો થયો બંધાણી
રોમેં રોમ માં તુ જ સમાણી...મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

લોકો કહે ' પ્રેમ કરે દુઃખ હોયે'
પણ, મારુ મન પ્રેત માં ખોયે
રાત થઇ વેરાન ને દિન સતાએ
આંખાની સામે વારેવારે આવે..મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

જીવન પથપર એક વાર કીજો
આવી કામના મન માં હોજો
પણ જો જો પ્રેમ નો મલાજો રાખજો
મળે કોઈ ઈશારો તો સાન થી સમજો...મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

પ્રેમ તો એક કુદરત નું એક નજરાણું
મળી ગયું એવું કે મન ગભરાણું
એનું રૂપ મારા રુદિયે સમાણુ
યાદ કરીને હું ગાઉ ઉખાણું...

પ્રેમના ફૂલનું અનોખું ખીલવું
દિલ ના તાર ને વગાડી ગાવું
મન ને મન માં જાતે ગણગણાવું
મારી જાતે ને ખુબ વખણાવુ...મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

મારે મન પ્રેમ નો એકજ સંદેશ
પ્રભુ ના ઘર નો એકજ આદેશ
જાઓ ભલે તમે બીજા દેશ
પણ રખે દેતા મન ને કારમી ઠેશ...મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

પગલું ના ભરતા લાવી આવેશ
ગળગળા ના થતા લાવી ભાવાવેશ
પ્રીત ના પારખા કદી ના કરતા
આવેશ માં આવી વિષપાન ના કરતા...મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

શુરવીરો ની એક પ્રેમ છે ડગર
કરવી તમારે રાખી હામ ને જીગર
ડગલે ને પગલે થાયે કસોટી
મન રાખી મક્કમ તાણવી લીટી... મળી ગઈ મને પ્રેમ ની એંધાણી

ર્ડો હસમુખ મેહતા
ડો સાહિત્ય

પ્રેમ ની એંધાણી
POET'S NOTES ABOUT THE POEM
શુરવીરો ની એક પ્રેમ છે ડગર કરવી તમારે રાખી હામ ને જીગર ડગલે ને પગલે થાયે કસોટી મન રાખી મક્કમ તાણવી લીટી... મળી ગઈ મને પ્રેમ ની એંધાણી ર્ડો હસમુખ મેહતા ડો સાહિત્ય
COMMENTS OF THE POEM

Ramdas Rathod.. welcome · Reply · 1 m

0 0 Reply

Ramdas Rathod પ્રેમની અંધાણી બહુ સરસ અને હૃદય ના ભાવ રજુ કર્યા છે

0 0 Reply

welcoem..Lezah Yu Shine · Reply · 1 d

0 0 Reply

welcome Pradiip K. Verma · Reply · 16 h

0 0 Reply

welcome.. Lyn Ramos V Alfonso

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success