હાથ ના કર્યા Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હાથ ના કર્યા

હાથ ના કર્યા
શનિવાર,29 મે 2021

હાથ ના કર્યા હૈયે વાગે
પાપ છાપરે ચડી ને પુકારે
કરો પુણ્ય નો ઉદય
થશે બધાનો સર્વોદય

દુનિયા ચાલે ધર્મના આચરણ વડે
પુણ્ય થી બધા ના ભાગ્યપર આવરણ ચડે
ધર્મ નો થાય વિજય, શંખનાદ વાતાવરણ માં ગુંજે
લોકો નો નાદ થાય એક અવાજે

કોરોના એ ખુલ્લા હાથે વિનાશ વેર્યો
માનવી ને ધર્મ ના માર્ગે દોર્યો
કદી મોંઢાપર તાળું ના માર્યું
કોરોના એ સાવચેતીરૂપે ખાસડુ ફટકાયું

જ્યારે જ્યારે પાપ પોતાની સીમા ને ભૂલી જાય
ભગવાન ને અવતરવાનું એક બહાનું મળી જાય
સાવચેતીરૂપે પોતાના બાહુબલીયો ને ધરતીપર મોકલે
લોકો ના વલણ ને વારાંવાર સમજી ને રિપોર્ટ ચીતરે

ધર્મ ની જ્યારે જ્યારે હાનિ થવાની હોય
પૃથ્વી ઉપર ચારેકોર થી હાહાકાર થવાનો હોય
સ્વભાવિક છે કે મન માં અરેરાટી થતી હોય
આવા સમયે મન માં ગ્લાનિ ઉદ્ભવવી સ્વાભાવિક હોય

મન ને ટટોળવાની તાતી જરૂર છે
મન ના અહંકાર ને દફનાવવાની જરૂર છે
કૈંક વસ્તુઓની પાલન કરવાની જવાબદારી આપણી બધાની છે
કોરોના ને હરાવવાની કવાયત સંયુક્ત રીતે સહિયારી છે

ડૉ હસમુખ મેહતા

હાથ ના કર્યા
POET'S NOTES ABOUT THE POEM
મન ને ટટોળવાની તાતી જરૂર છે મન ના અહંકાર ને દફનાવવાની જરૂર છે કૈંક વસ્તુઓની પાલન કરવાની જવાબદારી આપણી બધાની છે કોરોના ને હરાવવાની કવાયત સંયુક્ત રીતે સહિયારી છે ડૉ હસમુખ મેહતા
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success