સુવાસ રહી ગઈ.. રીમ્પલ Poem by Mehta Hasmukh Amathaal

સુવાસ રહી ગઈ.. રીમ્પલ

સુવાસ રહી ગઈ.. રીમ્પલ
રવિવાર,6 જૂને 2021

ફૂલ ગયુ અને સુવાસ રહી ગઈ
મારી વહાલસોયી દીકરી ચાલી ગઈ
હાથો મા વહાલ થી ઉછરેલ અચાનક ભૂતકાળ થઇ ગઈ
આંખો માં આંસુ છલકાવી અને રેલાવી ગઈ

દીકરી તારી યાદ પળ પળ સતાવે
મન ને મન કોરી ખાવે
તારી કાલી કાલી ભાષા અમને ખુબ રડાવે
ઘર નો દરેક ખૂણો તારી યાદ અપાવે

ઘર માં કેટલી કેટલી આશાઓ
બધાની મળતી તને દુવાઓ
ઘર માં તું વીજળી ની ગતિ એ કામ કરતી
હું થાકી ને આવું ત્યારે પાણી નો પ્યાલો ધરતી

કેમે કરી ને ભુલાવુ મારા દિલ ની વેદના?
તૂ તો છોડી ગઈ પાછળ એક સંવેદના
એના સુર મને હચમચાવી મૂકે છે
મારું દિલ મૂક મને પોક મૂકે છે

'નહિ ભુલાય દીકરી' તારી માસુમ ચેહરો
શ્વેત વદન અને ગુલાબી પાંખડી સમો
ના મને સાથ મળ્યો કે ના કુદરતી છાયા
તું તો મુક્તિ ગઈ છે એક નિશાની અને માયા

ડૉ હસમુખ મેહતા
શ્રદ્ધાંજલિ સ્વ: રીમ્પલ અતુલભાઈ સોની, વડાલી

સુવાસ રહી ગઈ.. રીમ્પલ
POET'S NOTES ABOUT THE POEM
'નહિ ભુલાય દીકરી' તારી માસુમ ચેહરો શ્વેત વદન અને ગુલાબી પાંખડી સમો ના મને સાથ મળ્યો કે ના કુદરતી છાયા તું તો મુક્તિ ગઈ છે એક નિશાની અને માયા ડૉ હસમુખ મેહતા શ્રદ્ધાંજલિ સ્વ: રીમ્પલ અતુલભાઈ સોની, વડાલી
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success