જય હો
ગુરુવાર,8 નવેમ્બર 2018
પ્રભુ તમારી જય હો
ચરણો માં અમારા વંદન હો
આજ અમારું નવું વરસ
પ્રભુ મુખ જોવાની ઘણી તરસ।
તમે પ્રભુ છો તારણહારા
અમોને માળનારા અને જીવનહારા
રક્ષા કરજો પ્રભુ સંકટ ઘડી
હું વંદન કરું પગે પડી।
ના માગું હું સોનુ કે રૂપું
જીવન તમારા ચરણો માં અર્પું
મન મારું સ્વચ્છ અને પ્રવિત્ર હો જો
આપની કૃપા સર્વદા હો જો।
નિશ દિન હું પ્રેમથી રટણ કરું
ઘટ ઘટ માં પ્રભુ ચિંતન કરું
રોમે રોમ થી અભિવાદન કરું
હર્ષ ના આંસુ થી નયન ભીના કરું।
જો જો કદી ના ભૂલ મારા થી થાય
અજાણતા પણ કોઈ નું દિલ ના દુભાય
ના મળે કદી કોઈની પણ હાય
પ્રભુ આપણી આણ સદા વર્તાય।
આવા જીવન રહેજો તેજોમય પુંજ
પશુ-પક્ષી ઓ કરે કલ્લોલ કુંજ
ના કદી મન માં આવે "હુંજ"
રહે જીવન માં પછી હંમેશા રંજ।
જીવન માં પ્રભુ અમી છાંટણા કરજો
અમારા જેવા ને સદા માફી આપજો
આપણું સ્મરણ સદા હૃદય માં રહે
આપની કૃપા સદા વરસતી રહે।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Amrishbhai Mehta 68 mutual friends Message
welcome Piyush Doshi 32 mutual friends Add Friend
welcome Bhavesh Rathod 1 mutual friend 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Niti Mehta 5 mutual friends 1 Manage Like · Reply · 1m