અભરખો Poem by Mehta Hasmukh Amathaal

અભરખો

અભરખો
ગુરુવાર,28 માર્ચ 2019

અમે ના હતા નિરાધાર
આપનો રહ્યો સદા આધાર
ચાલ્યા અમે ખાંડા ની ધાર
આશીર્વાદ રહ્યો અનરાધાર।

પ્રભુ નું લીધું શરણું
મળ્યું હાથ માં તરણુ
પ્રેમ નું સદા વહ્યું ઝરણુ
જીવન બની રહ્યું ઘરેણુ।

માયા નું ઘેલું ના લાગ્યુ
પ્રભુ ના નામનું રટણ જાગ્યુ
જીવતર નું ગણિત લેખે લાગ્યુ
મળ્યુ બધુ અનાયાસ અને વણમાગ્યુ।

આપ ને રહયા પામર માનવી
પણ ઘણા બની ગયા ક્રૂર અને પાશવી
લપટાઈ ગયા જાળ મા માયાવી
કોઈની પણ કરી ના ફાવી।

રહ્યો સહ્યો ભ્રમ પણ ભાગી ગયો
દુનિયા માં થી જીવ ઉપડી ગયો
બધાના હિસાબ કરતા કરતા થાકી ગયો
જીવન જીવવા નો અભરખો પૂરો થઇ ગયો।

હસમુખ અમથાલાલ મહેતા

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success