આદર અને સન્માન AADAR ANE SANMAAN Poem by Mehta Hasmukh Amathaal

આદર અને સન્માન AADAR ANE SANMAAN

Rating: 5.0


આદર અને સન્માન પાત્ર જ હોય

નાં એવું કૈં જ માન્યા માં આવતું નથી
ગુમાન માં રેહવું પોસાય તેમજ નથી
બરફ એને કદીપણ ઢાંકી શકે નહિ
એના વ્યક્તિત્વ જોડે તાકી શકેજ નહિ

સુરજ ને તમે કદાચ છુપાવી શકો
એના પ્રચંડ કિરણો ને પણ સંતાડી શકો
અંતે તો અજવાળુ પથરાયજ
આવી વાતો જવલ્લે અને બને કવચિત જ

પહાડ ઊભોછે પોતાના સ્વમાન થી
અડીખમ સ્વમાની ને અભિમાન થી
લેશમાત્ર પણ દર હિમશિખાઓનો નાં હોય
સમય આવે એમને ઓગળવાનુંજ હોય

સમય જ બળવાન હોય બાકી બધા બહાના
કોઈને એમજ કોઈ થોડી મળે છે નામના
એના માટે પરિશ્રમ અને અથાગ મહેનત કરવી પડે
ઉચ્ચતમ શિખર સુધી પહોંચવા માટે જાત ઘસવી પડે

જાતે જ વિલય થવાની મજા કૈંક જુદી છે
રસ્તો જાતે શોધી લે તે નદી છે
વહેણ બદલી લે અને નુકસાન પહોંચાડે તો પણ માતા કેહવાય
એનુ વાત્સલ્ય તો બસ આદર અને સન્માન પાત્ર જ હોય

Sunday, May 25, 2014
Topic(s) of this poem: POEM
COMMENTS OF THE POEM
Gajanan Mishra 25 May 2014

I could not read, please submit in english.

0 0 Reply

??? ??? ?????? ????? ? ??? ??? ???? ??? ? ?????? ??? ????? ??? ????? ??? ?????? ????? ???? ???

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success