આહવાહન
મંગળવાર,27 નવેમ્બર 2018
મારું એક જ આહવાહન
ના હો બીજાનું ચારિત્રહનન
જરૂર માગી લે છે આપણું ધ્યાન
તલવાર તો શોભે જ મ્યાન।
આપણે ભૂલતા જઈએ છીએ વિરાસત
આમેય આપણી શી છે વિસાત?
કઈ ના થાય જયારે સાત
ત્યારે જ લગાવીએ છી એ ઘાત।
ક્રોધ અને અહંકાર
ભસ્મ કરી દે આપણા સંસ્કાર
અભદ્ર ભાષાના ના હોય આકાર
એ તો ખાલી ઉભો કરે વિકાર।
અભદ્ર ભાષા એટલે હીનતા નો અનુભવ
કદી નમે નહિ અને ઝુકે નહિ આ જીવ
જેટલું બીજા ને દુઃખ આપશો
તેનાથી પણ વધુ માત્રા માં દુઃખ ને પામશો।
આપણા જીવન નો એકજ મંત્ર
હોય સુખ અને શાંતિ સર્વત્ર
જ્યારે તમે કરી શકો સચિત્રદર્શન
ત્યારેજ કરી શકો ગુણો નું પ્રદર્શન
હસમુખ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આપણા જીવન નો એકજ મંત્ર હોય સુખ અને શાંતિ સર્વત્ર જ્યારે તમે કરી શકો સચિત્રદર્શન ત્યારેજ કરી શકો ગુણો નું પ્રદર્શન હસમુખ મહેતા