આજકાલ બધુજ મફત Aajkaal Poem by Mehta Hasmukh Amathaal

આજકાલ બધુજ મફત Aajkaal

આજકાલ બધુજ મફત

એ તો મારુ હૃદય
કોમળ અને સહૃદય
હમેશા હુંકાર ભરે
દિલ થી બધાને સંભારે।

કોણ જાણે કેમ?
જાણે પડી ગયું હેમ
ઠંડુગાર અને ચેતનાહીન
શા મારે રહેછે ગમગીન!

લોકો માં આવેલો બદલાવ
રોષ વર્તાવતો હાવભાવ
વધતો જતો અસહિષ્ણુતા નો વર્તાવ
શા માટે કરવો પડે ભેદભાવ?

લોકો પણ ચાહે છે આજકાલ બધુજ મફત
મકાન, રોટી અને રોજગાર અને આ બધુજ લાવે છે આફત
ગરીબ ને કોઈ પુછતુંજ નથી
અમિર ને આ બધુ સંખાતુંજ નથી।

આદિવાસી ને એમણે આદિવાસી જ રાખ્યા
દલિતો ને વોટ માટે દલિતોજ રાખ્યા
આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે ઠેર ના ઠેર
ક્યારે અટકશે આપણા પર બીજાઓનો કેર?

લોકો ને વિશ્વાસ કરવો પોસાય તેમ નથી
અમીર ગરીબ ની ખાઈ પુરી શકાય તેમ નથી
જ્યાં સુધી બીજાની તકલીફ પોતાની નઈ ગણીએ!
ત્યાં સુધી તો આપણે દિલ થી તેમને આવકારીએ!

આપણું વર્તન જ છે ધિક્કારપાત્ર
કાપવાનુંજ બાકી છે એમનું શીરમાત્ર
નથી આપણે સુખે થી જીવવા દેતા
કે નથી તેમને પૂરો અધિકાર આપતા

આજકાલ બધુજ મફત  Aajkaal
Monday, December 12, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 December 2016

આપણું વર્તન જ છે ધિક્કારપાત્ર કાપવાનુંજ બાકી છે એમનું શીરમાત્ર નથી આપણે સુખે થી જીવવા દેતા કે નથી તેમને પૂરો અધિકાર આપતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success