આંસુઓની ધાર... Aansu Poem by Mehta Hasmukh Amathaal

આંસુઓની ધાર... Aansu

Rating: 5.0

આંસુઓની ધાર
ગુરુવાર,18 ઓક્ટોબર 2018


વહી ગયા વહેણ સમય ના
રહી ગયા યાદ વેણ બોલાયેલા
"તારી હેસિયત શું છે મારી દીકરી નો હાથ માગવાની
"તારા માં ત્રેવડ છે મારી દીકરી ને સાચવવાની"

મારી પ્રેમિકા ના પિતાની ટેવ જ હતીતાડૂકવાની
કોઈને પણ વાતવાત માં અપમાનિત કરવાની
પોતાની શ્રીમંતાઈ નું તેમને ઘણુંજ અભિમાન
પોતાની સમકક્ષ માણસો ની રાખે કાળજી અને આપે માન।

અમારા બંને નો જીવ મળી ગયો
હું વારંવાર તેને મળતો ગયો
"તારા વગર હું જીવી નહિ શકું" તે સ્વગત બોલતી રહી
બસ તે મને કહી રહી छे કે સબંધ ને કરો પાકું।

હું તેનેઅપલક જોતો રહ્યો
"મારા ઉદર માં તારો આકાર લઈ રહ્યો "
હવે શિશુ આવશે આપણા આજીવન માં સુગંધ ફેલાવવા
તમારે જવુ જ પડશે મારા પિતા ને મનાવવા।

ભારે પગલે હું તેમની ડહેલી માં દાખલ થયો
મને જોઈ ને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો
તમના પહેલા ના બોલાયેલા વેણ મને યાદ આવી ગયા
છતાં તેની ખાતર મારા માન-અપમાનને ભુલાવી ગયા।

મેં પગે પડી આશિર્વાદ માંગ્યા
"પાપા હવે તમે દાદા બનવા આવ્યા "
મારી વાતો સાંભળી તે ઠંડા પડી ગયા
હર્ષ ના આંસુનો ની ધાર વચ્ચે તે મને ભેટી પડયા।

હસમુખ અમથાલાલ મહેતા

આંસુઓની ધાર... Aansu
Thursday, October 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 October 2018

મેં પગે પડી આશિર્વાદ માંગ્યા પાપા હવે તમે દાદા બનવા આવ્યા મારી વાતો સાંભળી તે ઠંડા પડી ગયા હર્ષ ના આંસુનો ની ધાર વચ્ચે તે મને ભેટી પડયા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success