આત્મદર્શન
Friday, November 22,2019
5: 53 PM
કોરી ના રહે પરિકલ્પના
એના માટે જોઈએ દિવ્ય દ્રષ્ટિ અને કલ્પના
જેના માં વાસ્તવિકતા હોય
પોતાના માં પરિપક્વતા હોય।
માં જીવન નો ધબકાર હોય
ઉમળકા ભર્યો આવકાર હોય
સ્નેહ થી ભરપૂર આચરણ હોય
માનવતા નું આવરણ ઓઢ્યું હોય।
આપણા કાર્યો વાસ્વિકતા
બતાવે મન ની પરિપકવતાં
તમારી કલમ ના થાકે વર્ણવતા
આ બધું પરિપૂર્ણ થાય જીવતા।
ના હોય કોઈ સ્નેહી કે પરાયા
બધાને પોતાના માં સમાવ્યા
એમના સુખે દુખે આત્મીય લાગ્યા
જીવન ના દરેક પાસા હૈયે વસ્યા।
સમજાવાની જરૂર ત્યારે ઉભી થાય
જ્યારે આપણું મન નિર્મળ વર્તાય
ઉર્મિઓને જાતે જ વાચા મળે
નદીના પ્રવાહ ની જેમ વહેવા માંડે।
મન જ્યારે તમારુ બીજાની વેદના ને સમજે
એની તલસ્પર્શી વાતો તમે સમજો રજે રજે
મન જ્યારે તમારું દ્રવિત થઇ બોલી ઉઠે
"પ્રભુ એને તું સહન કરવાની શક્તિ અર્પે।
તમે સહજ તા થી એના દર્શન કરવા માંડો
જીવન નો કોઈ જ ના રાખો સરવાળો
તમારું મન જ કલમ ના સહારે ગાવા માંડશે
તમારી અંદર રહેલો અદ્રશ્ય પ્રવાહ વહેવા માંડશે।
ના રાચો સ્વપ્નો ની દુનિયા માં
ના રાખો વિશ્વાસ અસત્યતા માં
તમારું જીવન જ આત્મદર્શન છે
તમે જે લખો છો તેમાંજ આત્મમંથન છે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ના રાચો સ્વપ્નો ની દુનિયા માં ના રાખો વિશ્વાસ અસત્યતા માં તમારું જીવન જ આત્મદર્શન છે તમે જે લખો છો તેમાંજ આત્મમંથન છે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal