આતો ફક્ત રમત જ આરંભી છે Aato Fakt Poem by Mehta Hasmukh Amathaal

આતો ફક્ત રમત જ આરંભી છે Aato Fakt

આતો ફક્ત રમત જ આરંભી છે

કર્યા હશે મનસુબા મન માં કે હું આનોજ અનુગ્રહી રહીશ
સત્ય અને સાદગી નો આગ્રહી રહીશ
'હસમુખ' રાખ મને ને મોકળું તેને પાંગરવા દે
જેને પણ મળે છાયા તેને મેળવવા દે

કઈ મેળવવાનો લાલ્સાજ દુખનું કારણ બને છે
માણસ પામરતા અને લાચારી અનુભવે છે
સાચું સુખ પામવા માં નહિ પણ આપવામાં છે
'આજ સદેશ માનવતાનો છે' પણ એને સમજવામાં ખુબ વાર લાગે છે

'મને આ ના મળ્યું ' કહી મને ને અપાર દુખ આપે છે
જે પાસે છે એને ભૂલી ને મુગજળ ની કલ્પના કરે છે
કરો કામના એવી કે પ્રભું આપ્યાજ કરે
નાં કરો કામના તો પણ સુખ ની વર્ષા થયાજ કરે

હું તો જોઉં ટગર ટગર, મને નિસાસા નાખવાની ટેવ નથી
'મળ્યું છે તેજ પ્રભુ ઈચ્છા' તેમ માની લેવાની મૂર્ખતા પણ નથી
સ્વાર્પણ ની જોડે જોડે હાથ જોડી ને વિનાવવાની મહેચ્છા છે
કુદરત થી વહેલ ઝરણાં માં ડૂબકી મારી ને પાવન થવાની ઈચ્છા છે।

કર્યા હશે મનસુબા મન માં કે હું આનોજ અનુગ્રહી રહીશ
સત્ય અને સાદગી નો આગ્રહી રહીશ 'હસમુખ ' રાખ મને ને મોકળું તેને પાંગરવા દે
જેને પણ મળે છાયા તેને મેળવવા દે
કઈ મેળવવાનો લાલ્સાજ દુખનું કારણ બને છે

તારું શું હતું અહીંયા જે જતું રહે છે?
'નાં કર સત્ય નો આગ્રહ' લોકો ને આજ ગમે છે।
પણ નાં ભૂલીશ કે જગ ખુબજ દંભી છે
તને હાંસીપાત્ર કરવાની આતો ફક્ત રમત જ આરંભી છે।

આતો ફક્ત રમત જ આરંભી છે Aato Fakt
Wednesday, April 27, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 April 2016

welcome Rotarian MP Hasmukh Mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 April 2016

તારું શું હતું અહીંયા જે જતું રહે છે? નાં કર સત્ય નો આગ્રહ લોકો ને આજ ગમે છે। પણ નાં ભૂલીશ કે જગ ખુબજ દંભી છે તને હાંસીપાત્ર કરવાની આતો ફક્ત રમત જ આરંભી છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success