આવા કેટલાયે ઓવારણા aavaa
જયારે માના માથે છત ના હોય
છતે છોકરે જમવા વારા બાંધ્યા હોય
સાત સાત છોકરાની માં હોવા છતાં આંખ માં આંસુ હોય
પોતાની કથની કોઈ ને કહી ના શકતી હોય।
આવું જ્યારે સાંભળવા મા આવે ત્યારે વિશ્વાસ ન બેસે
ધરતી પગ નીચે થી માંડવા ખસે
આવા કળિયુગ ના પગરવ મંડાઈ ચુક્યા છે
આપણે બધી હદ પાર કરી ચુક્યા છે।
'અમારી કેડો રહી ગઈ ગઈ છે '
', મા કુતરી ની જેમ સુવાવડ કરતી ગઈ છે '
'આવા અભદ્ર શબ્દો મા માટે' આપણા માન્યા મા ન આવે
જીવન ઉપર થી મન ખાટુ થઇ જાય અને ચીતરી થઇ આવે।
'અમારી જિંદગી મેહનત કરવામાંજ ગઈ છે '
કેટલા કેટલા પ્રંસગો ને અમે સાચવ્યા છે
નાના ભાઈઓને ભણાવ્યા અને પગભર કર્યા છે
'આખા જીવન ના સુખ જતા કર્યા છે' મોટાભાઈ સ્વગત કહે છે
મોટા કુટુંબ ની જવાબદારી પણ મોટી
પણ મા ની આવી તીખી આલોચના ખોટી
કેમે કરી ને આવો ભાર વહન કર્યો હશે?
કોના કોના કવેણો અને મહેણા નો સામનો કર્યો હશે?
પણ હકીકત સ્વીકારવી રહી
આપણે હાર માનવી જ રહી
નથી આપણે તેને માનપાન આપી શકતા
અરે ભરપેટ ખાવાનું પણ પ્રદાન નથી કરી શકતા।
' મારો દીકરો લાચાર છે ' એનું ચાલતું નહિ હોય
આવું હોવા છતાં છોકરાઓનું ઉપરાણું લેતીજ હોય
માનો જીવ છે, કપાઈ જાય પણ શું કરે!
દિલ રડે છે પણ આપવીતી કોને કહે!
આપણે કોઈ કાળે સુખી થવાના નથી
'બધે આવું જ ચાલે છે'એમ કહી છટકી શકવાના નથી
કુદરત ની માર તમારે સહેવી જ પડશે
માં ભલે દિલ થી ના કહે પણ આફત તો આવશે જ।
દિલ ને ઠારો તો દિલ ઠરશે
પૈસા તો આજે આવશે ને કાલે જતા રહેશે
માનું હૃદય તો વિશાળ છે અને કદી બોજારૂપ નહિ થાય
લો આજે જ પ્રણ કે તેની 'આંતરડી કદી નહિ કકળાય '
' માં લાવો પગ દબાવી દઉ ' કદી પૂછી ને તો જોજો
એની આંતરડી ને ઠારી ને બે શબ્દો તો કાં માં કેજો
આખા બ્રહ્માંડ ના સુખ નો તમને અનુભવ થશે
'તું સો વરસ નો થાજે ' આવા કેટલાયે ઓવારણા તે લેશે
welcome dineshbhai darji Unlike · Reply · 1 · Just now reply · 1 · Ju
welcoem rajnikant shah Unlike · Reply · 1 · Just now
welcoem manthan patel Unlike · Reply · 1 · Just now
welcome atul parmar Unlike · Reply · 1 · Just now
Taru Solanki Very nice post Unlike · Reply · 1 · 3 hrs
welcome manisha mehta Unlike · Reply · 1 · Just now
welcome rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcome sungeeta mehta Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem shailesh patel Unlike · Reply · 1 · Just now