આવેના પ્રીતમ
આવેના પ્રીતમ મારા સપના માં
કરે નાં વાસો મારા દીલડામાં
આવે ના સાજન માર આંગણા માં
નાખે નાં ધામો, મારા ખોરડા માં।
કહેજો કે તેમને મોરલી વગાડે ના
વાંસળી ની ધૂન માં ઘેલી કરે નાં
ગરબી ને રાસો, કદી રમાડે નાં
ઢોલક ની ધૂન મો થીરકતી કરે નાં।
મીઠી મીઠી વાતો માં, અમને ફસાવી ને
પ્રીત ની વાતો માં જુઠી પડાવે નાં
ઠાલી ઠાલી વાતો માં અમને ભોળવી ને
લોકો ની નજરો માં નીચી દીખાડે નાં।
કોલ દીધા છે સાથે રેહવાના
કેમે કરી ભૂલી જવાય નાં
સંકટ ની ઘડી માં હારે રેહવાના
સમ તો દીધા છે પણ ભૂલી જવાય નાં।
બોલ દીધા છે તો પાળી ને જાણજો
વચનો ની કિંમત મુલવી ને જાણજો
સંગ નિભાવવાનો મતલબ જાણી ને
કંટક ની કેડી માં હારે રેહજો।
જયારે મળાશે, ત્યારે બોલાશે
બોલેલી વાતો ને તાજી કરાશે
હારે જીવાશે ને હારે મરાશે
જીવન પથપર સાથે ચલાશે।
Seen by 2 Tejash Doshi likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1
welcome kalpesh bhagat a few seconds ago · Unlike · 1
2 people like this. Hasmukh Mehta welcome lalji thakor n s kumar marsh a few seconds ago · Unlike · 1
Seen by 13 Hasmukh Mehta welcome ghanshyam a few seconds ago · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Mittul Rao likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1