આવી જીદ Aavi Jid Poem by Mehta Hasmukh Amathaal

આવી જીદ Aavi Jid

આવી જીદ aavi jid

ના, ના કર આવી જીદ
એતો આપી જશે ખાલી દરદ
વિરહ ની વાદળી માં આવી જશે અંધારી રાત
ના કર આવી કોઈજ વાત.. આવી જીદ

આવી હતી રૂપાળી રાત
આપણે સુખેથી કરતા હતા પ્રેમ ની વાત
ક્યાં થી આવી ગયુ હવાનું એક જ ફોરમ?
હું તો મદહોશ થઇ ગઈ જોઈને વાતાવરણ નરમ.. આવી જીદ

તારા મન નો તાગ હું ના લઇ શકી
રાત ભાર વાત જાણી ને સુઈ ના શકી
શું હતું તારા મન માં? હું તો ચોંકી જ ગઈ
વાત અનાયાસે તારા મોઢામાં થી નીકળી જ ગઈ। આવી જીદ

હું તને ધારી ધારી ને જોઈજ રહેતી
જે મળે તેને મન ની વાત કેહતી
મારું મન તો હવે કાબું માં જ નહોતું
તો તો બની ગયો મારા પ્રેમ નો સેતુ। આવી જીદ

તે પસંદ કર્યો રાહ જ જુદો
મને સાન માં કહી દીધું ' રહેવા દો, રહેવા દો '
તમારા ને મારા રસ્તા નોખા
હવે ના મારો ફાંફા ખાલી જુઠા। આવી જીદ

મૌજ માણ્યા વગર જ વસંત જતી રહી
મારી આંખો આંસુ વહાવતી જ રહી
હું નત મસ્તક વાતો ને યાદ કરતી રહી
વીતેલી યાદો ને યાદ કરી નીરખી રહી। આવી જીદ

આવી જીદ  Aavi Jid
Wednesday, October 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 October 2016

welcoem dave nitin Unlike · Reply · 1 · Just now 7 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 October 2016

મૌજ માણ્યા વગર જ વસંત જતી રહી મારી આંખો આંસુ વહાવતી જ રહી હું નત મસ્તક વાતો ને યાદ કરતી રહી વીતેલી યાદો ને યાદ કરી નીરખી રહી। આવી જીદ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success