આવી સમજ... Aavi Poem by Mehta Hasmukh Amathaal

આવી સમજ... Aavi

Rating: 5.0

આવી સમજ
મંગળવાર,20 નવેમ્બર 2018

આપું તમને હું ઘણાઘણા આશીર્વાદ
મન થી કરતો રહું મંગલમય સંવાદ
મારા દિલ થી ઉઠે "એક સંવેદનાના સુર"
મન ના તરંગો નાચી ઉઠે અને થઇ જાય આતુર।

તમે છો મારા બાળસમાન
ના હોય તમને કોઈ અભિમાન
થઇ જાય કદી આવેશ માં ઉચ્ચારણ
પણ મનને લાગે એ શર્મસાર।

આવા જીવન નો એવોજ છે સાર
પણ જોજો કદી ના પડી જાય દરાર
મન ને મક્કમ રાખી ના પાડજો ધરાર
ભૂલ થઇ જાય કદી તો કરી લેજો એકરાર।

આવી સમજ જો ધરાવે બીજા
ગગડી જાય બીજા બધાના હાંજા
કંઈપણ ખરાબ કરવાની ના કરે હિમ્મત
અને કરે તો ચૂકવવી પડે, એને કિમ્મત।

જીવન આપણા બધાનું પ્રતિબિંબ
ખારાખોટા નું થાય પ્રદર્શિત બિંબ
સદ્દવિચારી એનું અનુગ્રહણ કરે
અવિચારી એનું ખોટું અર્થઘટન કરે।

હસમુખ અમથાલાલ મહેતા

આવી સમજ... Aavi
Tuesday, November 20, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Sylvia Frances Chan 20 November 2018

જેમ કે એક સુંદર કવિતા, સર આવી પ્રિય કવિતા, આ ભાષામાં કવિતા વાંચવા જેવી લાગણીશીલ લાગણી આ વિચારો શેર કરવા બદલ આભાર. ભગવાનની આશીર્વાદ, એમેન

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 November 2018

જીવન આપણા બધાનું પ્રતિબિંબ ખારાખોટા નું થાય પ્રદર્શિત બિંબ સદ્દવિચારી એનું અનુગ્રહણ કરે અવિચારી એનું ખોટું અર્થઘટન કરે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success