અભિમાન...Abhimaan Poem by Mehta Hasmukh Amathaal

અભિમાન...Abhimaan

Rating: 5.0

અભિમાન
મંગળવાર,12 ફેબ્રુઆરી 2019

અભિમાન રહેતું નથી કોઈનું
શક્તિશાળી અને બળવાન રાવણ નું
આપણે બધા માટી ના માનવી
સપડાઈ ગયા છે જાળ માં માયાવી।

મને ખેદ છે ઘણો બધો
પણ સમજુ જાતને પાવરધો
કેમ ના દીધા સન્માન?
સમજી ની પોતાનું જ્ઞાન।

શકટ નો ભાર જેમ શ્વાન તાણે
સમજતા રહીએ જ્ઞાની આપણે
ના સમજવું અને ના સમજાવું
પોતાની જાત ને હોંશિયારી માં ખપાવવું।

જીવન છે એક સંભારણું
જેમાં કઈ નથી આપણું
પણ રાખી હંમેશા ચડસા ચડસી
અમને આમજ આવી પડી આપણી પડતી।

કહેવાના બધા સગા
જે હંમેશા રહે આઘા
છદ્મવેશધારી પહેરે નવા વાઘા
અને પછી ભોગવે ઘણી પીડા।

હસમુખ અમથાલાલ મહેતા

અભિમાન...Abhimaan
Tuesday, February 12, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success