અજોડ સહનશક્તિ.....Ajod Poem by Mehta Hasmukh Amathaal

અજોડ સહનશક્તિ.....Ajod

Rating: 5.0

અજોડ સહનશક્તિ

મંગળવાર,26 જૂન 2018

રડી લે
બાખડી પણ લે
પણ દિલ ના ખોલે
બોલતા પહેલા સો વાર વિચારી લે।

આજ પરુષ ના લક્ષણો
રહે હંમેશા વિચક્ષણો
કદી દાદ ફરિયાદ ના કરે
મન માં ને મન માં એને સંઘરે।

સ્ત્રી તો રડી પણ લે
બીજા આગળ દુખ ના ભાર ને હલકો કરી લે
તેની સહનશક્તિ અજોડ છે
તેમ છતાં તેના પર ઘણી રંજાડ છે।

બેઉ જીવનરથનાપૈડા
સુખજ એમની સંપદા
સદા સંઘર્ષમય જીવન
પણ રહે સાથે આજીવન।

આવું જીવન સુખમય જ હોય
સ્વર્ગ નૂં જેમાં દર્શન થતું હોય
તાત્કાલીન દુઃખ ની ગણતરી જ ના હોય
ભવિષ્ય માટે સુખમય લાગણી ની કલ્પનાજ હોય।

આવા સંસંસાર ની આપણે અવગણના ના કરી શકીએ
જે મળ્યું છે તેમાં સંતોષ ની લાગણી જ વ્યક્ત કરીએ
આવો મહામૂલો અવતાર ભાગ્યશાળી ને જ મળે
આપણે જોવું જ રહ્યું કે તે ના જાય એળે।

જે સુખો થી વંચિત છે તેને ના તિરસ્કારીએ
મદદ કરી શકતા હોવ તો મદદ કરીએ
પણ ઘૃણા અને ભેદભાવ તો ના જ કરીએ
રખે ને આપણે કાલે એવીજ અનુભૂતિ અનુભવીએ।

હસમુખ અમથાલાલ મહેતા

અજોડ સહનશક્તિ.....Ajod
Tuesday, June 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome savitriben vachhani 1 Manage Like · Reply · 1m

0 0 Reply

જે સુખો થી વંચિત છે તેને ના તિરસ્કારીએ મદદ કરી શકતા હોવ તો મદદ કરીએ પણ ઘૃણા અને ભેદભાવ તો ના જ કરીએ રખે ને આપણે કાલે એવીજ અનુભૂતિ અનુભવીએ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success