અમારી દોસ્તી... Amaari Poem by Mehta Hasmukh Amathaal

અમારી દોસ્તી... Amaari

Rating: 5.0

અમારી દોસ્તી
શનિવાર,24 નવેમ્બર 2018

જ્યારે થી પણ યાદાસ્ત થી ઓળખ છે
ઘણાજ પ્રસંગો તાજગી ની પરખ આપે છે।
નાનપણ માં આગળ આવવાની લાગે હોડ
જાણે રમતગમત માટે લગાવતા હોય દોડ।

નાનપણ માં થોડો ઘણો ખાર ખરો
પેલા મિત્ર ના માર્ક વધારે અને મારો ક્રમાંક ઓછો!
જાણે અજાણે પુર્વાગ્રહ બંધાય
મનોમન જાણે બળતરા થાય।

છતાં અતૂટ બંધન અને લગાવ
એક બીજા પ્રત્યે સ્નેહ અને સારો વર્તાવ
કદી ના ઉભો થાય કોઈ તણાવ
તક જ ના આપીએ કે થાય અણબનાવ।

વર્ષો વીતી ગયા પણ સંબંધ
રહ્યો એવો ને એવો અકબંધ
મળીએ ત્યારે આવે સ્નેહ નો ઉભરો
એકબીજા સાથે ભેટી ને આનંદ આવે।

પૂર્વજન્મ ના કોઈ લેણા હશે
જે આ ભવ માં પુરા થશે
મળવા મન હંમેશા આતુર રહે
દિલ નો બધો ભાર જાણે હળવો થતો રહે।

હસમુખ અમથાલાલ મહેતા

અમારી દોસ્તી... Amaari
Saturday, November 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 November 2018

પૂર્વજન્મ ના કોઈ લેણા હશે જે આ ભવ માં પુરા થશે મળવા મન હંમેશા આતુર રહે દિલ નો બધો ભાર જાણે હળવો થતો રહે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success