Animesh Nayne અનિમેષ નયને Poem by Mehta Hasmukh Amathaal

Animesh Nayne અનિમેષ નયને

અનિમેષ નયને

વરસાવ પ્રેમથી તારી વાદળી
આઁખોં તરસે છે બની આંધળી
તારા આશીર્વાદ વિના બધું બનાવે પાંગળું
જીવન ભાસે મને મોળું મોળું। વરસાવ પ્રેમથી

હું તો ભૂલેલ અને ભટકેલ એક આત્મા
કોને કહું પરમાત્મા?
અને કોને કહું મહાત્મા?
મને લાગે દિલ થી બધા એક સમા। વરસાવ પ્રેમથી

હક થી કહું યા પ્રેમ થી
વાતો કરું છું હું ઘણા જોમ થી
ખબર નથી પડતી મને વાલા ને કેમે પંપાળું?
તેના મુખને જ જૉયા કરું મને લાગે સુંદર અને રૂપાળું। વરસાવ પ્રેમથી

ભીજાઉં અને ગદગદ થઇ જાઉં લળી લળી
આંખો ને રાખું ઉઘાડી
અચંબિત થઇ જાઉં ઘડી ઘડી
ખુબ પ્રકાશિત છે એની સુંદર આંખલડી। વરસાવ પ્રેમથી

તારા પ્રેમ ને અને હૂંફ ને હું ઘણો ઘણો તરસ્યો છું
'એક અમી નજર મળે' એવી ભાવના ને ખેવ્યો છું
કરું છું વીંટી કે વરસાવ મારા ઉપર કૃપાદ્રષ્ટિ
કરવી છે બધા સામે મારે એની પુષ્ટિ। વરસાવ પ્રેમથી

ફૂલ ચડાવ્યા ઘણા પ્રેમ થી
સાચી ભાવના અને પવિત્ર નેમ થી
હું અનિમેષ નયને જોતોજ રહીશ
પ્રાર્થના અને આશીર્વાદ તો હંમેશા માંગતોજ રહીશ। વરસાવ પ્રેમથી

Animesh Nayne અનિમેષ નયને
Friday, September 9, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 September 2016

welcome haidarali saiyed Unlike · Reply · 1 · Just now 1 hour ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 September 2016

xHaidarali Saiyed Wah Mehta ji Unlike · Reply · 1 · 14 mins 1 hour ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 September 2016

ફૂલ ચડાવ્યા ઘણા પ્રેમ થી સાચી ભાવના અને પવિત્ર નેમ થી હું અનિમેષ નયને જોતોજ રહીશ પ્રાર્થના અને આશીર્વાદ તો હંમેશા માંગતોજ રહીશ। વરસાવ પ્રેમથી

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 September 2016

ફૂલ ચડાવ્યા ઘણા પ્રેમ થી સાચી ભાવના અને પવિત્ર નેમ થી હું અનિમેષ નયને જોતોજ રહીશ પ્રાર્થના અને આશીર્વાદ તો હંમેશા માંગતોજ રહીશ। વરસાવ પ્રેમથી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success