અણસાર
સોમવાર,14 જાન્યુઆરી 2019
તારી યાદ ભૂલાવા જાઉં
પણ તેમ કરીના પાઉં
કુદરત ની ગતિ છે ન્યારી
સમજ માં ના આવે મારી।
તેં તો ત્યજી દીધો સંસાર
મને આવ્યો ના અણસાર
મન માં આવે ઘણા વિચાર
પણ લાગુ હું નિરાધાર।
તારા પગલાં થી દીપી ઉઠતો
મારો સંસાર ઝળહળતો
સુરજ ના કદી આથમતો
પણ તારો રાત માં ચમકતો।
દરેક પળ તું ઢાલ બની રહેતી
મારા છાંયડા ને કેહતી રહેતી
કોઈ કરે ના અમને જુદા
અમે રહીશું સાથે સદા।
પણ તું ફસકી ગઈ
એકદમ ખસકી ગઈ
ઘડીકવાર માં અદ્રશ્ય થઇ ગઈ
મારી સામેજ ગાયબ થઇ ગઈ।
હું આજે નિરાશ અને નિસહાય
મન માં ઉઠે જ્વાળા અને લાય
પણ મન ની વાત કોને કહેવાય
આતો ના સહેવાય કે ના રહેવાય।
જીવન માં આ બધું સહેવાનું
પણ મક્કમ થઇ ને રહેવાનું
જીવન માં આવું તો થતું જ રહેશે
જીવન પણ આમ જ પૂરું થતું રહેશે।
હસમુખ મહેતા
Manoj Gandhi Touchy 1 Delete or hide this Like · Reply · 1h
Sevantilal Mehta I feel like your feeling 1 Delete or hide this LikeShow more reactions · Reply ·
dhwani nagar shukla 1 Edit or delete this Like · Reply · 1m
matloob bokhari 1 Edit or delete this LikeShow more reactions · Reply · 1m
Tejal Mehta We miss you 1 Delete or hide this Like · Reply · 7h
Sanjay Pansare 17 mutual friends Message Message Deepak Kotadia 1 mutual friend Message
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Varsha Doshi 29 mutual friends Message