અર્થ અને સ્વાર્થ Arth Ane Poem by Mehta Hasmukh Amathaal

અર્થ અને સ્વાર્થ Arth Ane

અર્થ અને સ્વાર્થ

હું તો ચાલી
તમે ઘણી કરી મનમાની
મારી એક વાત ના માની
ખુબ કરી મિજબાની।

પ્રેમ નો એક જ બોધપાઠ
તેને પણ સમજે છે ગમાર અને ઠોઠ
પ્રેમ માં શું અમીર ને શું ગરીબ?
બધાજ અજમાવે પોતાનું નસીબ।

મળી જાય જો મન નો માણીગર
હું એને સમજુ ખરો સૌદાગર
રાખે મને પ્રેમથી દિલ ની અંદર
તૈયારી પુરી રાખે તરવા સમંદર।

ના હોય મન માં ગુમાન
ના દર્શાવે લેશમાત્ર અભિમાન
ના છોડે ધોળા દિવસે ફરમાન
અને કરે વારે વારે અપમાન।

ઘણીવાર કહે છે 'સ્ત્રી ની બુદ્ધિ પાની એ'
મને લાગે છે કે શુદ્ધિ માં પણ કરે છે પાછીપાની!
વાતવાત માં મારો કરે છે તિરસ્કાર
આવા જીવન થી મને આવે છે ધિક્કાર।

મને ના પોકારીશ
હું પાછી ના આવીશ
એક વાર ઘર છોડ્યું પછી પાછું વળી ને ના જોવું
ડર ને મનમાં થી કાઢી નાખું અને વારંવાર દર્શાવું।

તું જોતોજ રહી ગયો
અચંબા ને અને આશ્ચર્ય ને સહી ગયો
મનમાંજ રાખી દીધો મર્મ અને ભાવાર્થ ને
હવે શું કરીશ તારા અર્થ અને સ્વાર્થ ને?

અર્થ અને સ્વાર્થ Arth Ane
Saturday, December 24, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success