બધાજ અહંકારી Badhaj Poem by Mehta Hasmukh Amathaal

બધાજ અહંકારી Badhaj

બધાજ અહંકારી

જબાન ના છુટા
બોલવામાં જૂઠા
લોકો ને છેતરવામાં પાવરધા
આવા છે આપણા નેતાઓ બહુધા।

ખાલી નામના ભૂખ્યા
મંત્રીઓ રાખ્યા છે પૈસા માં રાચ્યા
કોઈ ને કોઈ ચાર્જ હેઠળ બદનામ
આવા છે સાહેબ અમારા ગુમનામ

ઘર ના ઠેકાણા નથી
બેફાટ બોલવાની નીતિ અપનાવી મન થી
કોઈ છે શરાબી તો કોઈ દાગી
એવી જ તો છે એમની કેબિનેટ તરંગી।

અણ્ણા હઝારે ને છોડ્યા
પબ્લિસિટી પાછળ દોડ્યા
દિલ્હી ને મેલી રેપિસ્ટો ને હવાલે
પુરી જનતા છે ઉપરવાળા ને હવાલે।

પોતાનાજ ગુણગાન
સરકારી પૈસે જ્યાફત અને ગાન
ખાલી વીજળી નું બિલ જ અડધું માફ બોલે
બાકી બધું જય જય ભોલે।

'હસમુખ' કહેછે આ લિબાસ માં બધાજ અહંકારી
એમનો ધર્મ જ છે જૂઠ અને મક્કારી
બધાની કરવી ઠઠ્ઠા અને મશ્કરી
જનતા બચાડી તેમને ભોગે ભોગવે હાડમારી।

શૂં રાહુલ કે શું અખિલેશ
મારે અને તમારે પૈસે જ કરે છે એશ
એકના કુટુંબ મા 200 ગાડીઓનો કાફલો
અને બીજાના કુટુંબ માં ફક્ત એમનોજ રસાલો

દેશે મેળવી છે આઝાદી
પણ લાવી દીધી છે બરબાદી
બધાને મફત ખાવું છે અને બની ગયા છે એદી
રાતોરાત બની ગયા લખપતિ અને બનાવી દીધી કોઠી (મકાન)

કોઈ નથી કહેતું ' લાંચીયાઓને નોકરીમાં થી કાઢી નાખો '
હવસખોરો ને સરેઆમ ફાંસી આપો
દેશનું અહિત કરનારાઓને આજીવન જાહેરજીવન માં થી બાકાત રાખો
ન્યાયતંત્ર ને મુક્ત અને બધાને એકસરખા જીવવા દો।

બધાજ અહંકારી Badhaj
Friday, March 3, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success