ભુજા તમે ફેલાવો bhuja tame felaavo Poem by Mehta Hasmukh Amathaal

ભુજા તમે ફેલાવો bhuja tame felaavo

Rating: 5.0


ભુજા તમે ફેલાવો
અને પાસે મને બેસાડો
મીઠા મીઠા પ્રીતડી નાં
બે બોલ મને સંભળાવો। ભુજા તમે ફેલાવો

આંખો ને બોલી રાખો
પાપણ ના ફરકાવે
યાદ આવે કદી શમણાં માં
'હા ' કહીં નાં શરમાવે। ભુજા તમે ફેલાવો

જુવાની નાં જોરે જોરે
આમ છકીના જાવો
આવ્યો છે મોકો જ્યારે
તો તેને નાં ઠુકરાવો। ભુજા તમે ફેલાવો

રાતો માં વિચારું
ને દિન માં હું નીહાળુ
મન ની હું બાળા ગભરું
કેમ કરી ને બતાવું। ભુજા તમે ફેલાવો

વસંત ખીલી બહારે
લીલી ઝાઝમ છે બીછાણી
ફૂલો એ ફેલાવી પાંખડી
સુગંધ છે પ્રસરાણી। ભુજા તમે ફેલાવો

ખીલી લગનસરાની મોસમ
શરણાઈ છે વાગી
આવે સાજંનડો ઘોડે ચડી
હું થાઉં સફાળી જાગી। ભુજા તમે ફેલાવો

મનમાં ને મનમા હરખાઉં
પ્રીતમ થી મેળા થાશે
જાન જાનૈયા વાજે ગાજે
ડોળી માં લઇ જાશે।

વિદાયની વેળા વસમી
પિયર છૂટી જાશે
સાસરીયે પગ મુકતા સાથે
મહિયર ને ભૂલી જાશે। ભુજા તમે ફેલાવો

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 January 2014

Rohani Daud Very nice.. 11 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 January 2014

Mitos Jane Nepomuceno Beautiful 11 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 January 2014

Lisa Lombardi Exquisite! ! ! 5 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 January 2014

Hasmukh Mehta welcome Robin Pauley, Pramod Hiwrekar, Lisa Lombardi like this. 6 minutes ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 January 2014

Hasmukh Mehta welcoem satya pathak, kalpana shah, farashu henen 5 minutes ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success