બળાપો, , Balapo Poem by Mehta Hasmukh Amathaal

બળાપો, , Balapo

Rating: 5.0

બળાપો
મંગળવાર,26 માર્ચ 2019

કોઈ કાઢતો બળાપો
કોઈ સંસાર ને સંતાપતો
કોઈને વખો સતાવતો
ને કોઈને સમો માફક આવતો।

ના મળશે તમને કોઈ અહિંયા સુખી
કોઈને કોઈ વાતો થી રહેતો દુઃખી
કરતો પ્રયાસ માનવા ને સુખી
પણ આગળ જતાં થઇ જતો મતલબી।

આવા સંસાર નો પડકાર જીલવો
માની લો અંગારા ને હાથ માં પકડવો
છોડવા કરો તો પણ છોડી ના શકાય
જીવ પાછળ થી શોક કરે અને પસ્તાય।

આવ્યા છો તો હિમ્મત થી સામનો કરો
રાખો એકજ સૂત્ર "કરો યા મરો "
ફરી જશે એકવાર કાળચક્ર
કાયમ નહિ રહે એકજ ચક્ર।

સંસાર નો છે એક જ નિયમ
નથી રહેતી એકજ વસ્તુ કાયમ
ગરીબી પછી આવે અમીરી
કોઈ થઇ જાય ગુણી અને કોઈ બતાવે તુમાખી।

હસમુખ અમથાલાલ મહેતા

બળાપો, , Balapo
Tuesday, March 26, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success