બળતરો સ્વભાવ... Baltaro Poem by Mehta Hasmukh Amathaal

બળતરો સ્વભાવ... Baltaro

Rating: 5.0

બળતરો સ્વભાવ
શુક્રવાર,1 ફેબ્રુઆરી 2019

વિચારી લે મનવા
સુખ કાજે તારે ભજવા
ના મન થી કોઈ ને પજવવા
ખાલી મન ને સંતોષવા।

જીજીવિષા મન માં છે ઘણી
પણ થાય કદી ના પુરી
જેમ જેમ મળે તેમ તેમ વધતી જાવે
મન કદી સંતોષ ના પાવે।

મન માં અહં ભર્યો છે ઘણો
સ્વભાવ પણ છે બળતરો
બીજા નું સુખ જીરવાય નહિ
અને પોતાનું દુઃખ સહન થાય નહિ।

જીવનપંથ છે અઘરો ઘણો
તેને સમજવો પણ મુશ્કેલ ખરો
સંયમ અને સહનશીલતા જ કામ આવે
કદી બુરી નજર કરી ના ફાવે।

જે પણ સમજી ગયો સાનમાં
તેનું જીવન વ્યતીત થાય માન માં
પ્રભુ ના ચરણો માં જે માથું મૂકે
તેને દુઃખ કદી ના સતાવે।

હસમુખ અમથાલાલ મહેતા

બળતરો સ્વભાવ... Baltaro
Friday, February 1, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 February 2019

જે પણ સમજી ગયો સાનમાં તેનું જીવન વ્યતીત થાય માન માં પ્રભુ ના ચરણો માં જે માથું મૂકે તેને દુઃખ કદી ના સતાવે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success