ભગવાન ની લીલા
શું કહું ને શું ના કહું?
મેં દ્રશ્ય જોયું હુબહું
મારું હૃદય દ્રવી ઉઠયું
શા માટે માતા નું હૃદય આવી રીતે વિફર્યુ?
બાળક ને કૈંક થાય તો માતા વિચલિત થઇ જાય
ગોદ માં લઈને આંટા ફેરા કરે અને રડમસ થઇ જાય
'કૈંક કરોને, કૈંક દવા બતાવો ને' કેહતી જાય
મન નો ઉભરો અને ચિંતા નો આભાસ કરાવતી જાય।
'લગ્નજીવન ભંગાણ ને આરે પહોંચે' તો અણધાર્યું થાય
પત્ની ને આઘાત લાગે અને ઘર માં લડાઇયુ થાય
કોઈ ને કોઈ જીવન નો અંત લાવી દે અને દ્રશ્ય કરૂણ થઇ જાય
આવું તો થતું હોય છે છતાં એનો અંત દારુણ થઇ ભજવાય।
પણ સગી જનેતા જ્યારે ગુસ્સા માં સવાર થઇ જાય
ઘર ની અગાસી માં થી બાળક ને ધકેલી ફેંકી જાય
પણ એના માતૃત્વ પર કેટલા બધા સવાલો ઉભા થાય?
માતા તરીકે ના એના વજૂદ ને કોઈપણ સંમત ના થાય।
કોઈ જનેતા આવું કૃત્ય કરીજ ના શકે!
પોતાના કુમળા બાળક ને કેવી રીતે ફેંકી શકે?
હું સ્તબ્ધ થઇ ને આ કૃત્ય જોઈ રહ્યો
ભગવાન ની લીલા ને નજીક થી જોઈ ફફડી રહ્યો।
કોઈ જનેતા આવું કૃત્ય કરીજ ના શકે! પોતાના કુમળા બાળક ને કેવી રીતે ફેંકી શકે? હું સ્તબ્ધ થઇ ને આ કૃત્ય જોઈ રહ્યો ભગવાન ની લીલા ને નજીક થી જોઈ ફફડી રહ્યો।
welcome hafrican prince Unlike · Reply · 1 · Unlike · Reply · 1 · Just now · Edited
welcome welcome pallavika dave sinha Unlike · Reply · 1 · Unlike · Reply · 1 · Just now
welcome Julieta Asenita Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now