ભલે ભલે Bhale Poem by Mehta Hasmukh Amathaal

ભલે ભલે Bhale

ભલે ભલે.

હું કહું 'બધુજ મારું '
હું કરું બધુ કુટુંબ સારું
જગત કરે તેમજ હું અનુસરું
અને આમ તો રહુ વ્યવહારુ।

પણ વૃત્તિ ખારા ટોપરા જેવી
દુધ માં જેમ ઉભરો આવે તેવી
થોડીવાર પછી આપમેળે બેસી જાય
પાછળ થી અસફળ કોશિશ કર્યા નો પસ્તાવો થાય।

મન છે એટલે વાંદરા જેવા વિચારો આવે
સદા પારકા નું છીનવી લેવાના મનોરથ જાગે
ના મળે તો મનમાંથી દુઃખી ઉદગાર અનુભવાય
પણ આપણું નથી તો પછી શા માટે દુઃખી થવાય।

આપણે રહયા સંસારી
શોધી લઈએ કૈંક ને કૈંક છટકબારી
તક મળે તો મેળવી લઈએ તેને પરબારી
પછી ભલે લોકો કહે 'ઓત્તારી'

બુદ્ધુ રહેવાથી ના પાલવે
લોકો તમેને ખુબ સતાવે
ભલે બીજાનું ના ખૂંચવો
પણ પોતાનું હીત પણ સાચવો।

સંસાર, સંસારી ની રીતે જ ચાલે
જેનો સમય સારો તેનું જ રાજ ચાલે
'બાકી બધો બળાપો' વિચારીને મન ખલબલે
કઈ ના ઉપજે તો કહે 'ભલે ભલે'.

ભલે ભલે  Bhale
Monday, July 17, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcoem amand hindu Like · Reply · 1 · Just now Manage

0 0 Reply

welcome joblyn dela cruz cuenta Like · Reply · 1 · Just now

0 0 Reply

સંસાર, સંસારી ની રીતે જ ચાલે જેનો સમય સારો તેનું જ રાજ ચાલે બાકી બધો બળાપો વિચારીને મન ખલબલે કઈ ના ઉપજે તો કહે ભલે ભલે.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success