મને એવો સખો મળીયો
મને એવો સખો મળીયો
જેવો સુદામા ને શામળિયો
હું ભટક્યો અહીંયા તહીંયા
તું મારો બન્યો ખેવૈયો।
હું એવો હતો દુખિયો
ચોધારે આંસુ રડીયો
કરમ ની હતી કઠિણાઈ
એને કોણ સકે મીટાઈ।
પહેલું ચરણ જયા મુકું
લીલુ થઇ જાય ત્યા સુકુ
વિડમ્બના એવી આવે
મન ને ખુબ કોરી ખાવે।
દુર કરજો દુખડા અમારા
કદી થઈએ નાં નોધારા
માર ઉપવન ને સીંચનારા
સદા દિલ માં વસજો હમારા।
મારી નાવડી નાં નાખુદા
તમે કિશ્તી ને હંકારો
હળવે થી હલેસાં મારો
પાણી લાખ ઉછાળે છોળો।
તારી આંગળી નાં ઇશારે
હટી જાય તિમિર અજવાળે
તારે સંગે ને સથવારે
મારે જાવું પેલે પારે।
હાથ જાલ્યો છે મેં તમારો
સુધરી જાશે મારો જન્મારો
કદી ભૂલ મારી થઇ જાયે
છુટે કદી ના સથવારો।
3 people like this. Hasmukh Mehta welcome nasit sahailesh patel, surendra rajput n akash khunt a few seconds ago · Unlike · 1
Seen by 4 Tejash Doshi likes this. Hasmukh Mehta welcome tgejash doshi a few seconds ago · Unlike · 1
welcome shambhu zatiya a few seconds ago · Unlike · 1
welcome paresh and madhvi a few seconds ago · Unlike · 1
a welcome tejas patel a few seconds ago · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome subhash solanki a few seconds ago · Unlike · 1